SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયધર્મધુરંધરસૂરિજી ૧૯૯ એ એમનું સાચું બળ હતું અને ચિત્તની સરળતા, વિમળતા(ભદ્ર પ્રકૃતિ)ની કેળવણી એ એમનું લક્ષ્ય હતું. આમ તેઓએ પોતાની સાધના દ્વારા પોતાનાં બંને નામોને સાર્થક કર્યાં. સંયમયાત્રાનાં ૩૪ વર્ષ પછી જાણે કુદરત એમની સમતા, સહિષ્ણુતા અને સાધુતાની આકરી અને લાંબી કસોટી કરવા માગતી હોય એમ, વિ. સં. ૧૯૯૨માં એમની આંખોનાં તેજ અંદર ઊતરી ગયાં અને ચોમેર અંધકાર પ્રસરી ગયો. પણ આ પ્રભુપરાયણ અને ધર્મપરાયણ સંતપુરુષ એથી જરા ય વિચલિત કે નિરાશ ન થયા, પણ તે પછી શાંતિથી પૂરાં ૪૧ વર્ષ જેટલાં લાંબા સમય સુધી પોતાની સંયમસાધનામાં સ્થિર રહ્યા ! આ ગાળામાં આચાર્યશ્રી વિજયંઓંકારસૂરિજી વગેરે શિષ્યોએ તેઓની ભક્તિભાવપૂર્વક જે સંભાળ રાખી તે સૌ કોઈની પ્રશંસા માગે એવી દાખલારૂપ છે. આ સદીમાં એક જ સમુદાયના એકસો વર્ષ કરતાં પણ વધુ ઉંમરના દાદાગુરુ બાપજી મહારાજ (૧૦૫) અને એમના પ્રશિષ્ય શ્રી વિજયભદ્રસૂરિ મહારાજ (૧૦૩) – એમ બે શાસનપ્રભાવક આચાર્ય મહારાજોનાં દર્શન કરવાનો શ્રીસંઘને સુઅવસર મળ્યો એ કેવો ઉત્તમ યોગ ગણાય ! (તા. ૧૬-૭–૧૯૭૭) (૨૪) સમતા-સહનશીલતાના સાગર આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરિજી આ શ્રદ્ધાંજલિ લખતાં અમને, વહાણમાં બેઠેલા ને પાણીમાં પડેલા વીંછીને ત્રણ-ત્રણવાર બચાવી ત્રણ દંશ પામેલા સમભાવી સંતની પ્રચલિત બોધકથાનું સ્મરણ થઈ આવે છે. ગયા અઠવાડિયે તા. ૨-૬-૧૯૭૮ના રોજ અમદાવાદમાં ૬૦ વર્ષની, પ્રમાણમાં નાની ઉંમરે કાળધર્મ પામેલ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી એ દર્દની અસહ્ય પીડામાં પણ, દેહભાવ અને આત્મભાવ વચ્ચે, એટલે કે બાહ્ય પરિણતિ અને આત્યંતર પરિણતિ વચ્ચે, જે અદ્ભુત વિવેક કરી જાણ્યો હતો તે ઉપર ઉલ્લેખેલ કથાના ભાવની સાથે બરાબર બંધબેસતો આવે એવો છે. આચાર્યશ્રીને છેલ્લાં ત્રણેક વર્ષથી ગળા ઉપરની કૅન્સરની ગાંઠ થઈ આવી હતી. ભયંકર કાળચક્ર જેવો આ વ્યાધિ ઉત્તરોત્તર વધુ ને વધુ વિકરાળ થતો જતો હતો, અને એને લીધે એ વધુ ને વધુ અસહ્ય પણ બનતો જતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy