________________
અમૃત-સમીપે
છેવટે કુટુંબીજનોને જાગૃત કરીને એમની અનુમતિ મેળવવા એમણે એક દિવસ, પોતે દીક્ષા ન લે ત્યાં સુધીને માટે ઘી, ઘઉં અને ચોખાના ત્યાગની પ્રતિજ્ઞા જાહેર કરી.
૧૯૮
શ્રી ભોગીભાઈના આ પગલાએ વીજળિક અસર કરી. કુટુંબીજનોએ ભોગીલાલની માગણી સ્વીકારી લીધી અને પોતાના શહેરમાં જ મહોત્સવપૂર્વક એમને દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો. ૨૮ વર્ષની ઉંમરે, વિ. સં. ૧૯૫૮ના વૈશાખ સુદિ ૧૫(બુદ્ધપૂર્ણિમા)ના પર્વદિને શ્રી ભોગીભાઈના મનો૨થ સફળ થયા. તે દિવસે એમણે મુનિવર્ય શ્રી જિતવિજયજી મહારાજના હાથે રાધનપુરમાં દીક્ષા લીધી. એમને બાપજી મહારાજ(આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી)ના શિષ્ય મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા; નામ ભક્તિવિજયજી રાખવામાં આવ્યું. શ્રી ભોગીભાઈનો આ દીક્ષાપ્રસંગ વિશેષ ગૌરવશાળી અને યાદગાર તો એ ઘટનાથી બન્યો કે એમની સાથેસાથે એમનાં પત્ની જયકોરે અને એમના નાના ભાઈ હ૨ગોવિંદદાસે તથા એ ભાઈનાં પત્નીએ પણ દીક્ષા લીધી : જ્યોતથી જ્યોત પ્રગટે.
ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં; મુનિ ભક્તિવિજયજીનું ચિત્ત હર્ષ અનુભવી રહ્યું અને પોતાની સંયમયાત્રાને સાર્થક કરવા એકાગ્ર બની ગયું. જિનેશ્વરની વાણીના સ્વાધ્યાયરૂપ આપ્યંતર તપ અને ઇંદ્રિયો અને કાયાના ઉન્માદને નાબૂદ કરે એવું બાહ્ય તપ એમ બંને પ્રકારનાં તપરૂપી બે ચક્રોનો સહારો લઈને તેઓ પોતાની આત્મસાધનાના રથને આગળ વધારવાના ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થમાં દત્તચિત્ત થઈ ગયા. ગુરુભક્તિ, સતત જાગૃતિ અને સ્વાદવિજય જેવા સાધુજીવનના ગુણો એમને સહજસિદ્ધ થઈ ગયા.
દીક્ષા લીધા પછી દોઢ જ વર્ષ બાદ એમના ગુરુશ્રી કાળધર્મ પામતાં મુનિશ્રી ભક્તિવિજયજી આંતરિક આઘાત અનુભવી રહ્યા. પણ દાદાગુરુ શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ એમને એ ખોટ વરતાવા ન દીધી; એટલું જ નહીં, પણ એમની નિશ્રામાં એમની આત્મસાધના વધારે ઉત્કટ બની, અને તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનતા ગયા. ધીમે-ધીમે એમનો પ્રભાવ વધતો ગયો, શિષ્યો બનતા ગયા અને એમના હાથે શાસનપ્રભાવનાના ધર્મોત્સવો થવા લાગ્યા.
--
દીક્ષાનાં ૧૨ વર્ષ બાદ, વિ. સં. ૧૯૭૦માં એમને ગણિપદ તથા પંન્યાસપદ મળ્યું. ૧૯૮૯માં તેઓ આચાર્યપદથી વિભૂષિત થયા, અને એ વખતે તેઓનું ભક્તિવિજયજી નામ બદલીને વિજયભદ્રસૂરિ રાખવામાં આવ્યું. મોટી પદવી મળવા છતાં તેઓ એના મોહથી અલિપ્ત હતા. જિનેશ્વરદેવ તરફની નિર્મળ ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org