________________
૫૪૬
અમૃત-સમીપે તેઓ રાષ્ટ્રપ્રેમી હોવાથી સત્યાગ્રહની લડતમાં (સને ૧૯૧૯-૨૦માં) સક્રિય હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. વિરમગામમાં તો તેઓએ એક વગદાર, પ્રભાવશાળી, સર્વમાન્ય આગેવાન તરીકેનું બહુમાન મેળવ્યું હતું અને પાંચ વર્ષ સુધી વીરમગામની મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ શોભાવ્યું હતું. ઉપરાંત, અમદાવાદમાં પણ તેઓની જિલ્લા-લોકલ બોર્ડના પ્રમુખ તરીકે (સને ૧૯૪૦૪૧માં) વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસના દેશ ઉપરના વર્ચસ્વનો આ સમય હતો. મહાત્મા ગાંધી તરફ તેઓ ખૂબ આદર ધરાવતા હતા.
તેઓની સમાજસેવાની ભાવના અને દૃષ્ટિથી પ્રેરાઈને સને ૧૯૪૦માં આપણી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૧૫મું અધિવેશન સૌરાષ્ટ્રમાં નિંગાળા શહેરમાં મળ્યું, ત્યારે એના પ્રમુખ તરીકે શ્રી છોટાભાઈની વરણી કરવામાં આવી હતી. શ્રી છોટાભાઈની વિચારસરણી ઉદ્દામ કે જલદ નહીં પણ મધ્યમમાર્ગી અને સમાધાનકારી હતી.
તેઓની જૈનસંઘની મુખ્ય-મુખ્ય સેવાઓ આ પ્રમાણે ગણાવી શકાય : તેઓ સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી જૈન પાઠશાળાના મંત્રી હતા, શેઠ આણંદજી કલ્યાણજીની સુપ્રસિદ્ધ પેઢીના તેઓ પ્રતિનિધિ હતા અને દસેક વર્ષ પહેલાં શ્રી જૈન શ્વે. મૂ. શ્રમણોપાસક શ્રીસંઘનું સમેલન મળ્યું ત્યારે રચવામાં આવેલ શ્રીસંઘ-સમિતિની વ્યવસ્થાપક-સમિતિના સાત સભ્યોમાં તેઓને લેવામાં આવ્યા હતા. આ વિરલ બહુમાન તેઓની શ્રીસંઘની શુદ્ધિ માટેની ધગશ સૂચવતું હતું.
શ્રી છોટાભાઈની ટોચની વિશેષતા તો હતી એમના જીવન સાથે વણાઈ ગયેલી ધર્મજિજ્ઞાસા અને ધાર્મિક ક્રિયાઓ તરફની સક્રિય અભિરુચિ. તેઓનો આ ધર્મપ્રેમ દાખલારૂપ ગણાય એવો હતો અને એ જીવનના અંત સુધી ઉત્તરોત્તર વધતો રહ્યો હતો. તેથી તેઓનું જીવન ધન્ય અને પુણ્યશાળી બન્યું હતું.
(તા. ૮-૯-૧૯૭૩)
(૧૦) પ્રતિભાશીલ સંઘસેવક શ્રી મોહનલાલ ભ. ઝવેરી
લગભગ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી જૈન સમાજની અનેકવિધ સેવા કરનાર શ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરીના તારીખ ૯-૧૦-૧૯૫૦ના રોજ મુંબઈ મુકામે નીપજેલ અત્યંત ખેદજનક અવસાનની નોંધ લેતાં અમે ભારે દિલગીરી અને દુઃખ અનુભવીએ છીએ. આમે ય જૈન સમાજમાં અત્યારે સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org