________________
૮૨
અનિનજર અવિનાશી; અનંત; નાશ ન થાય ત્રિકાળ શાશ્વત જ્ઞાન સ્વભાવ છે,
તે સ્વતઃ સિદ્ધ છે. અનિન્હવપણું નિન્હવ૫ણું એટલે વિદ્યા કે જ્ઞાન જેની પાસેથી મળ્યું તે ગુરુને
વિસારવા, તેનું નામ છૂપાવવું, તેને પ્રગટ ન કરવા, તેનો દ્રોહ કરવો તે. તેમ
ન કરવું તે અનિન્દવ આચાર. અનિમેષ:પલકારા વિનાનું; આંખ મીંચ્યા વિના તાકી રહેવું. અનિયત પરિણામ ક્રમનિયતનહિ થતાં આગળ-પાછળ થાય છે, એવો અર્થ
નથી, પણ અનિયત એટલે, સ્વભાવમાં અનવસ્થિત, સ્વભાવમાં લીન નહિ, એવી વિભાવ પર્યાય, એમ ત્યાં અર્થ છે. (૨) વિભાવ પરિણામને, અનિયત કહેલ છે. (૩) નકકી-ચોકકસ કરેલું નહિ તેવું; અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના. (૪) અનિશ્ચિત; અને કરૂ૫; વિવિધ પ્રકારના. (૫) અનિશ્ચિત (જેમ પાંચ ઈન્દ્રિયોમાંની પ્રત્યેક ઈંદ્રિયનો વિષય નિયત છે, તેમ મનનો વિષય નિયત નથી, અનિયત છે.) (૬) અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના. (૭) સ્વભાવમાં અનવસ્થિત અનેકરૂપ વિકારી પર્યાય; વિભાવ પર્યાય પ્રગટ થાય તેને અનિયત કહેલ છે. અગ્નિના નિમિત્તે પાણીની ઉષ્ણ દશા થાય તે અનિયત છે. વિકારી વિભાવ પર્યાયને અનિયત કહેલ છે. (૮) અનિશ્ચિત; નકકી-ચોકકસ કરેલું નહિ તેવું; (૨) નિયમથી મુક્ત (૯) અચોકકસ આકાર (૧૦) અનિશ્ચિત (જેમ પાંચ ઈન્દ્રયોમાંની, પ્રત્યેક ઈન્દ્રિયનો વિષય નિયત છે, તેમ મનનો વિષય નિયત નથી.
અનિયત છે.). અનિયત પર્યાય વિકારી-વિભાવ પર્યાયને અનિયત પર્યાય કહે છે. વાસ્તવમાં
વિકારી પર્યાય પણ કુમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે. કોઈ પણ પર્યાયની
આઘીપાછી થાય એવો વસ્તુનો સ્વભાવ જ નથી. એવી વસ્તુ જ નથી. અનિયત ભાવ અસંખ્યાત પ્રદેશ સંબંધી સંકોચ-વિસ્તારરૂપ પરિણમનનું નામ
અનિયતભાવ છે. અનિયત સંસ્થાન અચોકકસ આકાર, અસંખ્ય પ્રદેશી નિયત આકારવાળો આત્મા
અનિયત સંસ્થાનવાળા એટલે અચોકકસ આકારવાળા અનંત શરીરમાં કર્યો,
તોપણ તે શરીરના આકારરૂપે થયો નહિ માટે તે અનિર્દિષ્ટ સંસ્થાનવાળો
નિરંજન નિરાકાર છે. અનિયતપણું અનિશ્ચિતપણું, ઓછું-અધિકપણું, હીનાધિકપણું. (૨)
અનિશ્ચિત્તપણું. અનિર્દિષ્ટ અનિયત; અનિશ્ચિત. (૨) જેનું કોઈ કહ્યું નથી. અનિર્દિષ્ટ સંસ્થાના શરીરના નિયત આકાર રહિત. (૨) ઈન્દ્રિયગ્રહણ યોગ્ય નહિ,
એ; ઈન્દ્રિયગ્રહણ યોગ્ય નથી. જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી, એવો. (૩)
અરૂપી આકારવાળો; નિરાકાર. જેનો કોઈ આકાર નથી. અનિર્ધારિત અચોક્કસ; નકકી કરવામાં ન આવેલું. અનિર્વચનીય વાણીથી જેનું વર્ણન થઈ શકે નહિ, તેવો. (૨) શબ્દથી જેનું વર્ણન
થઈ શકે નહિ તેવું; અનિલત્રુટિ:૫વનનો જય. અનિવૃત્ત કારેક ન થયેલું; પાછું ન ફરેલું. અનિવૃત્તિક્ષણ :ઉદય આવવા યોગ્ય, મિથ્યાત્વકર્મનો અભાવ કરવો. (૨)
અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી, અસંખ્યાતમા ભાગે જાણવો. તેમાં ઉપર કહેલા આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી, અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહર્ત (બે ઘડી સુધી) માં ઉદય આવવા યોગ્ય, મિથ્યાત્વકર્મનો અભાવ કરે છે, એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે, એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતર પડે એવું કરે, તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઈત્યાદિ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, તેવું બન્યું તે પ્રથમ ઉપશમ
સમ્યત્વકાળ છે. અનિવાર અટકાવી ન શકાય તેટલું; પુષ્કળ; બહ. (૨) અવશ્યમેવ, સર્વદા,
સર્વત્ર, સર્વથા સર્વને (દ્રવ્ય, ક્ષેત્ર-કાળ-ભાવરૂપે) જાણે છે. અનિવારિત રોકી ન શકાય એવો; અમર્યાદિત. (૨) અબાધિત, અખંડિત. (૩)
દૂર નહિ કરેલું; નહિ રોકાયેલું. (૪) અટકાવી ન શકાય તેવું; રોકી ન શકાય તેવું; અફર.