________________
કાંઈ અનંતકાળનાં હોતાં નથી, રાંકથી રાજા કે કીડીથી કુંજર કોઈ પાસે પણ અનંત કાળનાં કર્મો હોતાં નથી. પરંતુ અસંખ્ય વર્ષોનાં કર્મો વધારેમાં વધારે વર્તમાનમાં હોય છે. અભવી પાસે પણ સીરક્રોડાકોડી સાગરોપત્રની સ્થિતિ કરતાં વધારે સ્થિતિનાં કર્મો હોતાં નથી. લાખો ગાયોને કાપનાર કસાઈ પાસે પણ અસંખ્ય અબજ વર્ષોની સ્થિતિવાળાં કર્યો હોય, ગમે તેવા પાપી પાસે પણ અસંખ્ય અબજ વર્ષોની સ્થિતિવાળાં કર્મો હોય, કોઈની પાસે અનંત અબજ વરસની સ્થિતિવાળાં કર્મો હોય નહિ, કોઈ પણ આત્મા અનંત અબજ વર્ષનાં કર્મો બાંધે તેમ કોઈ કાળે બન્યું નથી, બનતું નથી, અને બનશે પણ નહિ. આત્માનું ભાન કરે અને આત્માની નિર્મળ મોક્ષપર્યાય પ્રગટાવે તો તેની અનંતકાળની સ્થિતિ હોય, અનંતકાળ સુધી તે ટકે, તે મોક્ષની સ્થિતિ અનંતકાળની હોય. આત્માની મોક્ષરૂપ નિર્મળ અવસ્થામાં તેમ બને છે. પણ કર્મ અનંતકાળના બંધાય એમ ત્રણ કાળ ત્રણ લોકમાં બનતું નથી. તે કર્મનો નાશ કરવાનો આત્માનો અભાવ છે. જે કર્મથી જુદો આત્માનો સ્વભાવ
સમ્યગ્દષ્ટિ જીવો વડે પ્રત્યક્ષ અનુભવાય છે. અનાદિનિધન :આદિ અને અંતરહિત. (જે અનાદિ-અનંત હોય, તેની સિદ્ધિ માટે
અન્ય સાધનની જરૂર નથી.) (૨) અનાદિ-અનંત. (ચેતનસામાન્ય આદિ,
તેમ જ અંત રહિત છે.) અનાદિની શાન્તિ:મોહનિદ્રારૂપ અજ્ઞાન. અનાદિga વ્યવહારમાં મૂઢ, વ્યવહારમાં વિમૂઢ, રાગમાં આરૂઢ. (૨) અનાદિ
કાળથી ચાલ્યા આવેલા. અનાદિ સંતાન પ્રવાહરૂપે. અનાનુપૂર્વી કોષ્ટકાવલી અનાભોગ :બિલકુલ યાદ ન રહેવું તે. અનાભોગનિોપાધિકરણ :જીવ છે કે નહિ તે જોયા વગર, કે વિચાર કર્યા વગર
શીઘ્રતાથી પુસ્તક, કમંડળ, શરીર કે શરીરના મેલને મૂકવા (નાંખવા), અને વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં ન રાખવી, તે અનાભોગ નિક્ષેપાધિકરણ છે.
અનાયતન ધર્મનું સ્થાન નહિ હોવું. તેના છ પ્રકાર છેઃ ખોટા દેવ, ખોટા ગુરુ,
ખોટો ધર્મ અને ખોટા દેવોના સેવક, ખોટા ગુરુના સેવક અને ખોટા ધર્મના સેવક આ છ અનાયતન છે. (૨) અસ્થાન. આવા અનાયતન છ પ્રકારના છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને આ ત્રણેના ભક્તો - કુદેવના ભકત, કુગુરુના ભક્ત અને કુશાસ્ત્રના ભક્ત આ રીતે છ અનાયતન છે. આયતન એટલે ઘર, નિવાસસ્થાન, અને અનાયતન એટલે ઘર નહિ. શાનાં? ધર્મના. જેમાં ધર્મ વહેતો નથી ને અનાયતન તે જ છે. • કુગુરુ, (૨) કુદેવ, (૩) કુધર્મ, (૪) કુગુરુ સેવક, (૫) કુદેવ સેવક અને
(૬) કુ ધર્મ સેવક એ છ અનાયતન (ધર્મના અસ્થાન) દોષ કહેવાય છે. તેની ભકિત, વિનય અને પૂજન વગેરે તો દૂર રહો પણ સમ્યગ્દષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતો નથી. કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યકત્વમાં દોષ લાગે છે. સમ્યગ્દષ્ટિ જીવ જિનેદ્રદેવ, વીતરાગ મુનિ અને જિનવાણી સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને (ભય, આશા, લોભ અને સ્નેહ વગેરેથી પણ) નમસ્કાર કરતાં નથી. કારણ કે તેને નમસ્કાર કરવા માત્રથી પણ સમ્યત્વ દૂષિત થઈ જાય છે, અર્થાત્ કુગુરુસેવા, કુદેવસેવા અને કુધર્મ સેવાએ ત્રણ સભ્યત્વના મૂઢતા નામના દોષ છે. છ પ્રકારના કુસ્થાન છે. કુદેવ, કુદેવના ભક્ત મનુષ્ય, કુજ્ઞાન, કુશાન ધારણ કરવાવાળા, કુલિંગ (કુગુરુ) અને કુગુરુઓની સેવા કરવાવાળા આ છે અનાયતન (કુસ્થાન) છે
અનાયુષ્ય :આયુષ્ય રહિતપણું. અનાહ નહિ આરૂઢ; નહિ ચડેલા. અનાર્થ:સ્વેચ્છ. (૨) આત્મામાં વક્રતા રાખનાર. અનારંભ :આવઘ વ્યાપાર રહિત; જીવને ઉપદ્રવ ન કરવો તે: નિષ્પાપ. અનારંભી:પાપ ન કરનાર. અનાર્ય આત્મામાં વક્રતા રાખનાર; સ્વેચ્છ. (૨) આર્યજાતિથી જુદું; જ્યાં
આર્યોનો વસવાટ નથી તેવું. અસંસ્કારી; સ્વેચ્છ.