________________
( ૩૩ ). શું હોય, ધર્મચંદ્ર શેઠ વિવેકી અને સર્જન છે. એમને માટે કાંઈ વિચાર કરે એ દૂધમાંથી પિરા કાઢવા જેવું ને ચંદ્રમાને કલંક લગાડવા જેવું નહિ તે બીજું શું?”
“ખચિત, આમ કરવાનો ધર્મચંદ્રશેઠને શું આશય હશે. કોઈ દિવસ નહિ ને આજે એમના આ વર્તન માટે શું ધારવું ? ”
“ધારવું શું વળી, આપે મનુષ્યસ્વભાવની અધમતાનું વર્ણન કર્યું. પણ મને લાગે છે કે અત્યારના સમય ઘણે જ સારો છે માણસની અધમતા આપે વર્ણવી એવી હજી જણાતી નથી. કદાચ આપે કહ્યો તે સમય હજી હજાર વર્ષ પછી આવે તે આવે, લેકેટમાં ધર્મ, નીતિ, પ્રમણિકપણું હજી જેવાય છે, સુખી, સંતોષી, ભલમનસાઈ, પોપકારીપણું, દયા, નિભતા આદિ ગુણ પુરૂમાંથી નષ્ટ તો નથી જ થયા.”
અરે ! અત્યારથી જ જનસ્વભાવમાં એ ભવિષ્યકાળના ભણકારા વાગી રહ્યા છે. મેં તે હજી એ વર્ણન સામાન્ય રીતે કરેલું, બાકી હજાર વર્ષ પછીના મનુષ્યની વાત જ ન કરજે. તબાહ ! તબાહ! વિતરાગને પણ છેતરનારા, ગુરૂઓને પણ ઠગનાર, લેકેને ઠગવાને માટે જ શ્રાવકપણું ધારણ કરનારા, પિતાના સ્વાર્થ માટે ધર્મસંસ્થાને વહીવટ કરનારા, ધર્મને પણ વેચનારા, ધર્મકલહમાં રસ ધરાવનારા,