________________
( ૩૦૧)
ખરી, ત્યારે શું ઉપાય કરૂ ? પિતા પાસે જવું એ પણ સાચુ, ને માતા રજા આપે એવું પણ કાંઈક કરવું જોઇએ. ’
એ જાતિસ્મરણ જ્ઞાન પામેલા ખાળકે માતા પાસેથી રજા મેલવવા માટે એક વિચાર નક્કી કરી રાખ્યા. એ વિચારને અમલમાં પણ મુકી દીધા.
પિતાની દીક્ષાની વાત સાંભળતાં માલકે ત્યારથી રડવાનું શરૂ કરી દીધું. રડવુ ખાલચાપલ્યતાથી તાફાન કરવુ, માતાને સંતાપવી, એને કાયર કાયર કરી થકવવાના પ્રયત્ન શરૂ કર્યા. એની માતા તેમજ ખીજી પણ અનેક સ્ત્રીએ એને રડતા બંધ કરવા માટે અનેક પ્રયત્ના કરવા લાગી. અનેક પ્રકારનાં મીઠાં વચન, મધુર હાલરડાં, રમકડાં તેમજ હસાવાના પ્રયત્નો કર્યો, બીજી દિશા તરફ મનને લઈ જઈ રડવાનું ભુલવવાની પ્રવૃત્તિ કરી પણ એ બધાય પ્રયત્ના વ્યર્થ જવા લાગ્યા. જેમ જેમ પ્રયત્ન થાય તેમ તેમ માલક વધારે રડવાનુ શરૂ કરે. બાલકની આવી પ્રવૃત્તિથી માતા કાયર કાયર થઈ ગઈ. એવી ને એવી સ્થિતિમાં છ છ માસનાં વ્હાણા વહી ગયાં.