________________
(૩૨૦ ) રાખવામાં સાર નથી. અમે બધા તારી સાથે આવીએ. છીએ, જોઈએ તો ખરા કેની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે બાળકને રાખી શકે.”
“તે બધુંય ખરૂ, પણ અત્યારે ધાંધલ કરવામાં સાર નથી. એના પિતા અત્યારે અહીંયા નથી, ને શય્યાતરીને ત્યાં રહેલા બાળકને એ લેકો આપશે નહિ. અત્યારે આપણે ધાંધલ કરશું તો પણ આપણું ઉલટી નિંદા થશે. ધનગિરિને આવવા દે. પછી શું પરિણામ આવે છે તે જોઈ લેવાશે.”
આ વિચારને સુનંદાએ પણ અનમેદન આપ્યું. તમારી વાત ઠીક છે. આપણે એ આવે ત્યાં સુધી રાહ જોઈએ તો ઠીક, જેથી લેકમાં આપણું હાંસી ન થાય.”
ઠીક જેવી તમારી મરજી ત્યારે.” બધાએ અનુમતી આપી.
બધાયે એ વાતને સંમતિ આપી ને “ધનગિરિ આવે ત્યારે જરૂર બાળકને પાછો લઈ લેજે, આપણે એને સાધુ બનાવ નથી. જે તે ન આપે તે ત્યાર પછી જોઈ લેવાશે ” એમ કહી સગાં વહાલાં સુનંદાને ઘેરથી પિતાને ઘેર ચાલ્યાં ગયાં.
સુનંદા પણ ત્યાર પછી રોજ વજને રમાડવા શા