________________
(૩૫૪) પ્રધાનની આ મંત્રણા રાજાને પસંદ પડી. રાજાએ બન્ને પક્ષોને ઉદ્દેશીને આ હકીકત કહી સંભળાવી. બંને પક્ષોએ હકીકત માન્ય રાખી. સાધુઓ છોકરાને સમજાવે નહિ તેથી છોકરાને રાજાએ તરતજ પિતાની પાસે બોલાવી લીધો.
એક તરફ સુનંદાને બેસાડી. રાજાનો આ પ્રમાણે ન્યાય જાણુને સુનંદાએ બાળકને લેભાવવા માટે અનેક પ્રકારનાં રમકડાં ને અનેક પ્રકારની ખાવાની વસ્તુઓ વગેરે મંગાવી પોતાની પાસે રાખી. બીજી તરફ ધનગિરિ બેઠા, એમની પાસે તે સાધુનાં ઉપકરણ સિવાય બીજું શું હોય!
આ વિચિત્ર ન્યાય જેવાને–સાંભળવાને બધાય આતુરતા બતાવી રહ્યા હતા. છોકરે કેની તરફ જશે, જેની તરફ છોકરાનું મન આકર્ષાશે એને છોકરો સેંપવામાં આવશે. પરિણામ જાણવાની ઉત્કંઠા બધાની વધી ગઈ હતી.
રાજાએ છોકરાને (વજકુમારને) પોતાની પાસે રાખે, પણ વજીને પ્રથમ કોણ બોલાવે, માતા કે પિતા એ પ્રશ્ન ઉભે થયે. કલાગણી વિશેષે માતા તરફ હોવાથી રાજાએ સુનંદાને પ્રથમ બોલાવવા માટે આદેશ આપે.
સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાવાની ચીજો બતાવતાં કહ્યું “હે વત્સ ! તારે માટે રમવાનાં આ રમકડાં, જે આ અશ્વ, આ હાથી, આ રથ તારે માટે હું લાવી