________________
(૪૨૭) એમને માટે શત્રુંજય તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યું, તેથી તેઓ શત્રુંજયને છોડીને જ્યાં ઠીક ફાવ્યું તે તરફ નાસી ગયા. નવા પદના સેવકે પણ એમની પછવાડે દોડ્યા. એ દુછો ફરી શત્રુંજયની સન્મુખ પિતાની પાપી મીટ ન માંડે એવી પ્રતિજ્ઞા કરાવી ત્યારેજ એમને પિતાના પંજામાંથી મુક્ત કર્યો. પાપના ભારથી ભારે થયેલા અસુરો ભયથી ધ્રુજતા ચારે તરફ શંકાની નજરે જોતાં જ્યાં જેને ઠીક પડયું ત્યાં પલાયન કરી ગયા. જે ત્યાર પછી કેઈની નજરે પણ પડ્યા નથી. એમાંથી પોતાના સરદારને સમાચાર આપવાને એક પણ શત્રુંજય તરફ જવાને ભાગ્યશાળી થયો નહીં.
એ અસુરનાં અનેક વિદ્ગોની પણ લેશમાત્ર પરવા નહિ કરત સંઘ શત્રુંજયની નજીક આદિપુર આવી પહઓ. સંઘે ત્યાં પડાવ નાખે, અનેક વાછ વાગવા લાગ્યાં, અશ્વોના હણહણાટ થવા લાગ્યા, ને હાથીઓ પણ ગર્જના કરવા લાગ્યા, સૌભાગ્યવંતીઓ મંગળગીત ગાવા લાગી. લાંબા કાળે તળેટી આગળ માનવીઓને કોલાહલ ‘સાંભળી પર્વત ઉપર રહેલો અસુરનાયક કંપે, “ઓહો ! આ લોકે આવ્યાજ શી રીતે, મારા મેકલેલા સેંકડે
૧ આજે શત્રુંજયની પાસે આદપુર ગામ છે તેજ પ્રાયઃ આદિ પુર હોવું જોઈએ.