________________
ક્ષેત્ર વિશાળ તેમ ધર્મોની જાહોજલાલી વધારે. દીક્ષા લીધા પછી અમારે ત્યાગીઓને તે શ્રાવકની લક્ષ્મી સાથે શું સંબંધ હાય, અમારે તે વખતે આહાર પાણીની જરૂર કે અંગને ઢાંકવા માટે કપડાં વગેરે ઉપકરણની જરૂર, અમે સાધુ તે ગમે ત્યાંથી ચાચીને મેળવી લઈએ. જરૂર સિવાય વધારે પરિગ્રહ રાખવાથી મમતા ઉત્પન્ન થાય, એમાંથી અનેક અનર્થોને જન્મ થાય; અમારે સાધુનો ધર્મ તે ગહન છે. ભક્તિ અગર રાંગપણથી મળતો આહાર પણ અમને ન કરે, જો કે ભક્તિ કરવી એ શ્રાવકને ધર્મ છે, પણ એ શ્રાવકેની અતિભક્તિથી સાધુઓ શિથિલ બની સાધુતા ચુકી જાય છે. અમુક અમારે વસ્તુ જોઈએ અમુક વસ્તુ ન જોઈએ એવી પરિણતિ સાધુને ન હોય, જે શ્રાવકની ઘણું ભક્તિ હાય તેને ત્યાં વહારવા પણ અમે ન જઈએ, અમારે માટે તૈયાર કરેલું પણ અમારે ન પે, તમે તમારે માટે જે ખાદ્ય તૈયાર કરેલું હોય તેમાંથીય અલ્પમાત્ર લઈએ જેથી તમને અભાવ ઉત્પન્ન ન થાય, બીજા ઉપગરણું પણ જરૂર જેટલાંજ અમારે કલપે, ઉપરાંત જેટલું વધારે તેટલું વધારે બંધન. સાધુસાધ્વીની ભક્તિમાં ગ્રહસ્થને દ્રવ્ય વાપરવાની આવશ્યક્તા નથી હોતી, છતાં જિનમંદિરોમાં, જ્ઞાનભક્તિમાં, લક્ષ્મીનું ફળ મેળવાય છે તેમજ શ્રાવક શ્રાવિકાક્ષેત્રને વિશાળ કરવામાં લમીના અનેક લાભ સમાયા છે. ધર્મની મહત્તા–જાહેરજલાલીમાં શ્રાવકને પણ મુખ્ય હિસ્સો છે. સાતે ક્ષેત્રોમાં શ્રાવક