Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 466
________________ ( ) શણુંજય તીર્થનો માર્ગ ખુલ્લો થવાથી દેશ પરદેશ જેમ જેમ સમાચાર પ્રસરતા ગયા તેમ સંઘ ઉપર સંઘ યાત્રા કરવાને આવવા લાગ્યા. જ્યાં જ્યાં એ મંગલમય સમાચાર મળતા ગયા તે બધાનાં મન આનંદીત બની ગયાં હતાં, અનેક ભાવિકે શત્રુંજયનાં દર્શન કરવાને ટમટમી રહ્યા હતા. તેમના મનોરથ હવે સફળ થયા. શત્રુંજય તીર્થને ઉદ્ધાર એ એક મહાભારત કાર્ય કરીને વાસ્વામીએ જેન કેમની મહાન સેવા બજાવી હતી. સિવાય વજીસ્વામીએ શાસનનાં અનેક કર્તવ્યો બજાવ્યાં હતાં. એ મહાન પુરૂષે દુષ્કાળના સમયમાં રોટલા ટુકડા વગર પ્રાણ ગુમાવતા શ્રાવકોને સંઘની વિનંતિથી પોતાની શક્તિથી બીજે ગામ લઈ જઈ સંઘનું રક્ષણ કર્યું હતું. પણ પૂર્વ ભવે પાપ કર્યો હશે માટે આ ભવમાં એમને રોટલા વગર મરવું પડે છે એમ ધારી ઉપેક્ષા કરી નહોતી. તે સમયમાં સાધુ થનારાઓ પણ વૈરાગ્યથી જ દીક્ષા ગ્રહણ કરતા હોવાથી તેઓની દીક્ષા ત્યાગમાર્ગને જ શોભા આપનારી થતી હતી. પોતાની સાધુતાની સલામતી માટે દેહની પણ પરવા કરતા નહિ. સંયમને દૂષણ લાગે તે પહેલાં તો દેહની કુરબાની કરી લેતા હતા પણ ન તો સંયમને દોષિત કરતા અથવા તો સમાજમાં પોતાની નિંદા કરાવતા, કારણકે જેમ પિતાના મોં ઉપર રહેલે ડાઘ પિતાનાથી દેખી શકાતો ન હોવાથી આરીસાની જરૂર પડે ૨૮

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474