________________
(૪૫૧). વિદ્યાને ઉપયોગ કરે પડ્યું હતું. તે છતાં એમનું સંયમ દૂષણરહીત હતું. સંયમ પાળવામાં એમણે જરા પણ પ્રમાદ બતાવ્યો નથી. શાસનની સેવા કરતાં પણ સંયમ પાળવામાં દુષણ આવવા દીધું નથી. ઉત્કૃષ્ટપણે ચારિત્ર પાળી આત્માને સ્વાર્થ સાધવા માટે કંચન અને કામિની તેમના મનને લેશ માત્ર પણ સ્પક્યાં નહોતાં. કટી દ્રવ્ય સહિત રૂકમિણ કરતાં સંયમની કિંમત એમને વધારે હતી. તેથી જ દે પણ એમના સંયમને નમતા હતા. બાકી તે સ્વાર્થ હોય ત્યારે સાધુથી સાવદ્ય ક્રિયાઓ સેવાય ને શ્રાવકોને ઉપકાર કરવામાં પાપ મનાય, ધર્મભાવનાથી પણ ઉપકાર ન થાય એ તે શું ? ભારતના ગ્રામનુગ્રામ વિહાર કરતાં વજાસ્વામી દક્ષિણ દેશમાં પરિવાર સહિત પધાર્યા, સંવત ૧૧૪ ની સાલમાં વજીસ્વામીની વય ૮૮ વર્ષની હતી છતાં સંયમમાં પ્રસાદ લેશ પણ નહોતા. ઉપદેશની શક્તિ તેમની જેવી ને તેવી જ જણાતી હતી.
કે એમના દર્શનથી પાપનો નાશ થતે સમજતા હતા. એમના દર્શન માટે લેકે હજારોની સંખ્યામાં ભેગા થતા હતા, અથવા તે મહાપુરૂષના આત્મામાં એવી કાંઈક અધિક્તા હોય છે કે જે સ્થળે તેમનાં પોતાં પગલાં થાય, ત્યાંની આજુબાજુની જનતા એમનાં દર્શન માટે મરી પડે, એમનાં દર્શન કરી પ્રભુદર્શન એટલે પિતાનો આનંદ પ્રગટ કરે.