________________
(૪૫૨ ).
અને સાધુ પણ તે જ કહેવાય કે જેના દર્શનથી હૃદયમાં ભક્તિ જાગૃત થાય, જેમનાં દર્શન કરવાનું મન થાય, જેમના દર્શનથી પાપનો નાશ થાય, જેમને જોતાં જ હૈયામાં શાંતિ થાય, ભલે ને ગમે તે ધર્મને તે મનુષ્ય હોય, પણ સાધુનાં દર્શન થતાં એના હૈયામાં સદ્ભાવ જ પ્રગટ થાય. સામા માણસના હૃદયમાં સદભાવ પ્રગટ કરવામાં સાધુમાં રહેલી સાધુતા જ ખાસ કારણભૂત છે. એનું નિર્મળ ચારિત્ર જ જેનારના મનમાં સારી લાગણી પ્રગટ કરે છે એ સાધુતાથી પવિત્ર થયેલ આત્મા જ સમાજ ઉપર અજબ પ્રભાવ પાડે છે. પૂર્વના જણાનુબંધે કદાચ કે શત્રુતા બતાવે એ જુદી વાત છે બાકી સંસારીઓને સંસારત્યાગ કરનારા ત્યાગીઓ તરફ કોઈ સામાન્ય રીતે અણગમે હોતો નથી. તેઓ તે સાધુમાં રહેલી સાધુતાના રાગી હોય છે. અને ગુણ જુએ તો તેના પક્ષપાતી બને છે. પણ એ ભક્તોની ભક્તિ આગળ સાધુએ પિતાની સાધુતા જાળવી રાખવાની ખાસ આવશ્યક્તા છે. સમાજ ખાતર નહિ પણ જે સાધ્યબિંદુને સિદ્ધ કરવાને એણે સાધુતા ધારણ કરી હોય તે સાધ્યની ખાતર તો એણે કાળજીથી સાધુતાને રક્ષવી જરૂરની જ છે. અહીયાં સમાજ તરફથી તો એમણે બીજે ભય હાય, પણ વ્રતભંગથી થતી પાપની સજાઓ માટે અન્યની આગળ વર્ણન કરનારાઓ પોતા માટે માફી