________________
( ૪૫૪) ભાર સેંપી તેમને અન્યત્ર વિહાર કરવાની આજ્ઞા આપી. વાસ્વામીના સાધુઓને પણ દુષ્કાળને લીધે ભિક્ષા મળતી ન હોવાથી વાસ્વામી પણ શિષ્યને લઈને એક પર્વત તરફ ચાલ્યા. એક ક્ષુલ્લક મુનિને પર્વત નીચે કઈ ગામમાં મુકી વાસ્વામી સાધુઓ સાથે પર્વત ઉપર ચડ્યા.
ગુરૂ મહારાજને અપ્રીતિ ન થાઓ” એમ ધારી એ ક્ષુલ્લક મુનિએ પર્વતની નીચેજ એક શિલાતળ ઉપર આહા૨પાણીનાં પચ્ચખાણ કરી અનશન કર્યું. મધ્યાન્હ સમયના સૂર્યના અતિ તાપથી ક્ષણવારમાંજ માખણના પિંડાની જેમ વિલિન થઈ ગયા-ઓગળી ગયા શુભ ધ્યાનથી કાળ કરી તે દેવાંગનાઓને વલલભ થયા. - સાધુઓને તે પર્વત ઉપર મિથ્યાત્વી દેવનો ઉપસર્ગ થવાથી પાસેના બીજા પર્વત ઉપર જઈ વજી સ્વામી સાથે સર્વ સાધુઓએ ત્યાં અનશન કર્યું. કારણુકે “સોપકમ આયુષ્યવાળા કેઈ પણ એકરાત્રી પણ વજસ્વામીની સાથે રહે તે તે નિ:સંશય એમની સાથેજ મરણ પામે” એવી પરિ. સ્થિતિ હોવાથી વજસ્વામીની સાથે સર્વે સાધુઓએ કાલધર્મ પામી સ્વર્ગલેકને શોભાવ્યું.
યુગપ્રધાન વજાસ્વામીને વંદન કરવા સુધર્માપતિ શકેંદ્ર ત્યાં આવ્યા, રથમાં બેસી ત્યાં આવેલા વાપતિએ વજન સ્વામીના શરીરની ભક્તિથી ખુબ પૂજા કરી. મુનિઓના