________________
(૪૫૦) છે. એ આરીસાથી મુખ ઉપર રહેલે ડાઘ સાફ માલુમ પડે છે તેવી જ રીતે પોતાનામાં રહેલા દૂષણ પિતાને જણાતાં નથી પણ સમાજમાં તેની અસર થતી હોવાથી અથવા તે સમાજ રૂપી આરિસામાં એ ડાઘ માલુમ પડતાં તરત જ સમાજમાં નિંદા થાય છે. પ્રાય: કરીને જનસમુહમાં થતી નિંદાને જાણું બુદ્ધિમાન પોતાના દોષોને દૂર કરી સમાજમાં ફરી પ્રતિષ્ઠા મેળવી શકે છે.
આર્ય સુહસ્તિસ્વામી યુગપ્રધાન હતા, તેમના સમાન શ્રેષ્ઠ પુરૂષને પણ તેમના સંયમ માટે મહાગિરિ તરફથી વારેવાર ઉપાલંભ મળતો હતો ત્યારે પોતાની ભૂલોને સ્વિકાર કરી તરત જ એમની ક્ષમા યાચી લેતા હતા ને નિર્દોષ સંયમ પાળવામાં સાવધ રહેતા હતા. સિદ્ધસેન દિવાકર જ્યારે પ્રમાદને વશ બની ગયા હતા ત્યારે એમના ગુરૂ વૃદ્ધવાદીએ એમને ઠેકાણે આણ્યા હતા. તે સમયના છ ઘણું સારા અને લધુકમી હોવાથી તરત જ ભૂલોને સ્વિકાર કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થતા હતા. પણ જ્યાં ભુલનું સ્વીકારવાપણું ન હાય, અને અમારું એજ સાચુ એવી જ જ્યારે માન્યતા હોય છે ત્યારે તેમને માટે કાંઈ કહેવાપણું રહેતું નથી.
બાકી તે સિદ્ધસેન દિવાકર જેવા પણ ભૂલ કરી ગયા છે. ભદ્રબાહુ જેવાને પણ બેબે વખત સંઘનું કથન માન્ય રાખવું પડયું છે અને વાસ્વામીની વાત તે પ્રસિદ્ધ જ છે કે એમને સંઘની રક્ષા માટે પિતાની