________________
( w) ભગવન! જરા સ્પષ્ટતાથી કહો. મારું મન અતિ આકુળ વ્યાકુળ થાય છે. શું આ સંસારમાં તેઓ નથી વારૂ?”
“એમજ છે. ધ્વજારોપણની ક્રિયા કરતાં શુભ ભાવનાને મેગે તેઓ કાળ કરીને મહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં છે. આ સંસારમાંથી તેઓ વિદાય થઈ ગયાં છે.”
વજસ્વામીના સુખથી નિકળેલા સમાચાર ક્ષણ માત્રમાં સંધમાં પ્રસરી ગયા. આખાય સંધનાં મન આકુળ વ્યાકુળ થઈ ગયાં. જાજનાગ પણ ગુરૂના મુખથી પિતાનું મરણ સાંભળીને મુચ્છિત થઈ ગયે, સંવ પણ કલ્પાંત કરવા લાગ્યો. આદિપુરના સમીપ પ્રદેશમાં શત્રુંજયની તલહટ્ટી આગળ તંબુઓ નાખી છાવણને શહેર જેવો દેખાવ થઈ રહ્યો હતે. તે અત્યાર સુધી આનંદમાં મગ્ન રહેનારાઓને આનંદ શોકમાં પલટાઈ ગયે. જાવડશાહના મરણથી–સંઘપતિના અવસાનથી બધી છાવણુમાં હાહાકાર થઈ રહ્યો. સંઘપતિના પુત્ર જજનાગની મુર્છાના ઉપચાર કરવાથી સાવધાન થતાં જાજનાથે કપાત કરવા માંડયું. હૃદયમાં પારાવાર આઘાત લાગ્યું. “હા! હિત વિધિ! તેં આ શું કર્યું? અરે મારે આધાર રૂપ માતપિતા આજે હતાં ન હતાં થઈ ગયાં, હા! હા! આ શું થયું? માતા અને પિતા સાથે જ અદ્રશ્ય થઈ ગયાં.”
જાજનાગનું મન અતિશય આકુળ વ્યાકુળ જાણ વનસ્વામીએ સંતાપને હરનારી દેશના આપી. જાજનાગ અને