________________
( ર) આયુષ્ય પણ પૂર્ણ થવાથી ઉદ્ધારના અતિ હર્ષથી હૃદય સ્ફોટ થતાં જાવડશાહ અને તેમનાં પત્ની ત્યાં જ મૃત્યુ પામી. ચોથા દેવલેકમાં ઉત્પન્ન થયાં. અક્ષીણ વાસનાવાળા વ્યંતર દેવતાઓએ કપદી યક્ષના સેવક દેવતાઓએ તેમના ઉત્તમ દેહને ક્ષીરસમુદ્રમાં ક્ષણવારમાં નાખી દીધે.
પ્રકરણ ૪૯ મું.
જાજ નાગ. પીડી પ્રજાને હોંશથી, રાજા થયા તે શું થયું રૈયત રીબાવી રાંકડી, સત્તા મળી તે શું થયું. લુંટી દૌલત ગરીબની, શ્રીમંત થયા તે શું થયું? રહી જે ગંધ માયાની, સાધુ થયા તે શું થયું.
ઉદ્ધારનું કાર્ય સમાપ્ત કરીને જાવડશાહ અને તેમનાં પત્ની ધ્વજારોપણની ક્રિયા કરવાને પ્રાસાદના શિખર ઉપર ચઢ્યાં. ધ્વજા ચઢાવતાં બન્નેને મનમાં શુભ ભાવના જાગ્રત થઈ ને ત્યાંજ મૃત્યુ પામીને ત્યાંથી ચેથા દેવલોકને વિષે ઉત્પન્ન થયાં. તેમના પુત્ર જજનાગ તથા સકળ સંઘ નીચે આતુરતાથી તેમની રાહ જેતે હતે. એ આતુરતામાં કેટલાક સમય પસાર થઈ ગયે પણ જાજ