________________
(૪૫ )
સંધને શાંત કર્યો, અને જાજનાગને ઉપદેશના સ્વરૂપે કહ્યું, અરે જાજનાગ ! તારા પિતા તા માનવભવ જીતી ગયા છે. આ મનુષ્યભવમાંથી તે દેવભવમાં ઉત્પન્ન થયા. જે જન્મે છે તે મરવાના છે તે માટે શાક કરવાથી શું? જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેના અવસ્ય વિનાશ છેજ. એવી ખાખતાના શાક ન કરતાં શાસન ઉન્નતિનાં કાર્ય કરી તુ પણ માનવભવ સફળ કરી લે. તું પણ હવે કવચધારી થયા છે. સંસારની અનિત્યતાનું સ્મરણ કરી તારા આત્માને શુભ માર્ગ તરફ જોડ. તારા પિતાને માર્ગે ચાલી તેણે જે જે ધર્મ કાર્યો કર્યા છે તે ચાલુ રાખ, લક્ષ્મીને શુભ માગે વાપરી શુભ ફળને મેળવ. તારા પિતાએ શત્રુંજયના ઉદ્ધાર કરી મહાન લાભ મેળવ્યેા છે, તું પણ એ તિર્થની વ્યવસ્થા સાચવી ઘણા પુણ્યના લાભ પ્રાપ્ત કર ! દેવગુરૂ અને ધર્મની ભક્તિ કરનારા થા ! જીનમ ંદિર બંધાવી, જીર્ણોદ્ધાર કરાવી લક્ષ્મીનું ફળ મેળવ, સુપાત્ર દાન આપીને સાધુ સાધ્વીની ભક્તિ કર, શ્રાવક શ્રાવિકા ક્ષેત્રમાં લક્ષ્મી વાપરીને તારી લક્ષ્મી સફળ કર. કારણકે શ્રાવક શ્રાવિકા રૂપી અંગ જો અક્ષત અને સુદૃઢ હશે તેા બાકીનાં ક્ષેત્રાની રક્ષા તે કરી શકશે. તેમજ સાધુપણાને અંગીકાર કરનારા પણ તેમાંથી નીકળશે. તારા જેવા સમૃદ્ધિવતે પેાતાના ગરીબ આંધવ જનની ઉપેક્ષા કરવી તે યુક્ત નથી, ગરીમ–સીઝાતા શ્રાવકાને ધનની મદદ આપી ધર્મમાં સ્થિર કરવા. જેમ શ્રાવક