________________
આહાર પૂર્વના બિંબની બીજા પ્રાસાદમાં સ્થાપના કરી. વનસ્વામીએ ઉદષણા કરી. એ પ્રતિમાના અધિષ્ઠાપકેને ઉડી ને કહ્યું, “જાવડશાહે લાવેલું નવીન બિંબ મુખ્ય પ્રાસાદમાં મુળનાયક તરીકે રહો ને પૂર્વ બિંબની સાથે તમે પણ અહીં પ્રાસાદની બહાર સ્થિર થાઓ. પ્રથમ મુખ્ય નાયકને નમસ્કાર, સ્નાત્ર, પૂજા, ધ્વજ, આરાત્રિ અને મંગલ કરીને પછી પૂર્વ બિંબને પણ એ પ્રમાણે થશે, ને આ મુખ્ય મૂળ નાયકની આજ્ઞા સદા સ્થિર થાઓ. આ રીતિને જે તેડશે તેના મસ્તકને ન કપદી ભેદી નાખશે.”
વાસ્વામીની આ વાણી સાંભળીને પ્રતિમાના અધિછાયકે શેષ જે રહેલા હતા તે પણ સમજીને શાંત થઈ ગયા ને પૂર્વને સ્વભાવ તેમણે પણ બદલી નાખ્યું. “એવી રીતે ઉદ્ધારનું કાર્ય નિર્વિને સમાપ્ત થઈ ગયું. જ્યાં જીર્ણોદ્ધારની જરૂર હતી ત્યાં જીર્ણોદ્ધાર કરાવ્યું, બધાં મંદિર સમરાવી નવાં જેવાં કરી નાખ્યાં. પ્રતિષ્ઠા વિધિ થયા પછી સ્નાત્ર પૂજા તથા આરાત્રિક મંગલ પણ કર્યા. છેલ્લે પ્રાસાદના શિખર ઉપર ચડીને ધ્વજા પણ ચઢાવી. વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાહે વજસ્વામીની સહાયથી શત્રુંજયને તિર્થોદ્ધાર કર્યો. માણસે રાખી પૂજા વગેરેની પણ વ્યવસ્થા કરી.
ધ્વજા ચઢાવવાને પ્રાસાદના શિખર ઉપર ચડેલાં પતિ પત્ની શુભ ભાવના ભાવતાં હતાં. દેવગે એ બન્નેનું