________________
( ૪૭ ) સાંભળીને સાયંકાળ થયે છતે કપર્દીયા સેવક સાથે વા ધારણ કરીને આકાશમાં સ્થિર રહ્યો. જાવડશાહ અને તેમનાં પત્ની બન્ને પંચપરમેષ્ટીનું સ્મરણ કરતા રથના બન્ને ચક્રપાસે બન્ને જણ સુઈ ગયાં ને વાસ્વામી સાથે સકળ સંઘે કાર્યોત્સર્ગ કર્યો.
મધ્યરાત્રીના સમયે અસુરે કુંફાડા મારતાં ત્યાં આવી પોંચા પણ પ્રતિમાને સ્પર્શ કરવાને કોઈ સમર્થ થયા નહી. આકાશમાં રહેલા કપદીના તેજને નહી સહન કરતા કાગડાની પેઠે તેઓ નાસી ગયા. પ્રાત:કાળે વજસ્વામી ધ્યાનમુક્ત થયા અને સાથે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી જોયું તે પ્રતિમાજી વિદ્યમાન હતાં.
મુખ્ય પ્રાસાદમાં પ્રતિમાને પધરાવવાને જાવડશાહ તૈયાર થયા. હવે પ્રથમ ચૈત્યમાં અશુચિવાળા પદાર્થો પડેલા હતા તે સાફ કરાવી ચેત્યની ભૂમિ બધી શુદ્ધ કરાવેલી હેવાથી વાસ્વામી અને જાવડશાહ પ્રતિમાને પ્રાસાદમાં લઈ ગયા. હવે જુની પ્રથમની પ્રતિમાને બહાર કાઢવાની હોવાથી દુષ્ટ દેવતાઓના સ્થંભન અને નાશ માટે વાસ્વામી સમાધિપૂર્વક સર્વ ઠેકાણે વાસાક્ષત નાખીને શાંતિ કરવા લાગ્યા.
તે પછી પિલી જુની મૂર્તિને ઉત્થાપવાને જાવડશાહ પ્રતિમા પાસે આવ્યા એટલે અસુરનાયક કેપથી ધમધમ