________________
પ્રકરણ ૪૮ મું.
શત્રુંજયને તેરમો ઉદ્ધાર શત્રુંજયની તળેટી આગળ આદિપુરમાં જાવડશાહે પડાવ નાખે. દેશ પરદેશના લોકો તેમજ આજુબાજુના ગામડાના લેકેને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ બધા ત્યાં આગળ ભેગા થવા લાગ્યા. આદિપુર આગળ એક નગર જે દેખાવ થઈ ગયે, આજે ઘણાં વર્ષે શત્રુંજય આગળ માનવ મેદની જોઈ લોકેને હર્ષ માટે નાતે. આજે ઘણે વર્ષે હવે ભગવાનનાં દર્શન થશે ને શત્રુંજયની યાત્રાને માર્ગ ખુલ્લો થશે એ જનતાને આનંદ કાંઈ જેવો તેવો. નહોતે. આદિપુર આગળ તો માનવને મહાસાગર અત્યારે ખળભળી રહ્યો હતો. અનેક પ્રકારની દુકાને ત્યાં ખડી થઈ ગયેલી માલૂમ પડતી હતી. અસુરેને ચારે કોરથી ભય છતાં લેકે ભયને ભૂલી ગયા હતા. નિર્ભય થઈને લેકે તલપટ્ટી આગળ હાલી રહ્યા હતા. વાસ્વામીનું નામ સ્મરણ કરવાથી ભય તો હવે ભાગી ગયો હતો. અસુરેને ભય ઉપસ્થિત થતાં વાસ્વામીનું નામસ્મરણ કરવા વડે અસુરો રાડ પાડતા પાછા હઠી જતા હતા. સ્વામીની શક્તિ આગળ એ ભયંકર અસુરે પણ શેહ ખાઈ ગયા હતા. તેમાંય પદ ચક્ષને જોઈને તેઓ મુઠી વાળી પોબારા ગણી જતા હતા.