________________
(૪૨૮) અસુરે ક્યાં ગયા? તેઓએ આ લેકેની ખબર કેમ ન લીધી? અરે તેઓ પાછા પણ કેમ ન આવ્યા? શું તેઓ મને બેવફા થયા હશે? હશે ખેર ! હું સર્વશક્તિમાન છું. આ સર્વની ખબર લેવા એકલે તૈયાર છું.
અનેક અસુરની મધ્યમાં બેઠેલે અસુરનાયક વિચાર કરી રહ્યો હતે, “મારા સેવકે આ વાસ્વામીથી પરાભવ પામી મને હે દેખાડવાના ભયથી નાશી ગયા હશે. કદાચ મારા સેવકે નાસી ગયા, તે ભલે ગયા પણ હું આ સર્વ લોકેની ખબર લઈશ.” અસુર નાયક કપદી આયુધાને ખખડાવતે ને પિતાની શક્તિ તરફ જોઈ રહ્યો હતે. બીજા અનેક અસુરે પણ યુદ્ધ કરવામાં કુતુહલી બનેલા આયુધો નચાવતા અટ્ટહાસ્ય કરી રહ્યા હતા.
બીજાની શક્તિને નહી જાણનારા મુર્ખાઓ એમજ સમજે છે કે પોતાના જે જગતભરમાં કઈ બળવાન છે જ નહિ. એવા ખોટા ખ્યાલથી આખરે તેઓ નાશ પામી જાય છે.
અસુરનાયકે સંઘપતિની સ્ત્રી સુશીલા (જયમતી)ના શરીરમાં એકદમ જવર ઉત્પન્ન કર્યો. જવરની તીવ્ર વેદનાથી જયમતી આકંદ કરવા લાગી ને ભૂમિ ઉપર આળોટવા લાગી. કલેલ કરતા સંઘમાં અચાનક આ આપત્તિ આવવાથી શેકની છાયા છવાઈ ગઈ. જ્વરને માટે અનેક ચિકિત્સાઓ કરી, ઔષધ ઉપર ઔષધ કર્યો, પણ જરાય શાંતિ વળી