________________
(૪૧૧) પણ જ્યાં ક્રોધ છે, તિરસ્કાર છે, કંચન કામિની સાથે અંશ માત્ર પણ સંબંધ છે, રાગદ્વેષની પરિણતિ જ્યાં જેર કરે છે, મારા તારાની માન્યતા ઘર કરી બેઠેલી છે કે જ્યાં હુંપદપણું છે ત્યાં કેઈ સામુ પણ જુએ નહિ તે નમવાની તે વાતજ ક્યાંથી? એક સાધુ અને ધોબી લડતા હતા ત્યારે સાધુને ભક્ત દેવતા પણ ત્યાં ઉ ઉ જોયા કરતો હતો છતાં તે સાધુનું રક્ષણ કર્યું નહિ. બન્નેમાં ક્રોધ રૂપી ચંડાળ ભરાયેલ હોવાથી સાધુ કોણ છે એમ તે જાણે ત્યારે મદદ કરે ને, જનતા જેમ ગુણે તરફ પ્રીતિ ધરાવે છે. ચારિત્રને જોતાંજ શીર ઝુકાવે છે તેમ જે કંઈ પણ દેષ જોવામાં આવે છે, તો જનતા તેવા સાધુને પણ સહન કરતી નથી. સાધુપણુ ન પાળી શકાય તે દીક્ષા છેડી શ્રાવકપણું પાળે એમાં જનતાને વાંધો ન હોય પણ સાધુપણું ન હોવા છતાં સાધુના વેષમાં રહીને જનતાને છેતરવા લેકેને રીજવવાની ખાતર ક્રિયા કે ઉપદેશ કરે છતાં મહાવ્રત પણ દુષિત કરાતાં હોય, સાધુપણામાં ક્યાં આવી રીતે દંભનું જ સેવન થતું હોય ત્યાં જનતાને ઉગ્ર રોષ ફાટી નીકળે છે, ને એનું પરિણામ પણ ભયંકર આવે છે.
છતાંય ભગવાનનું ચારિત્ર તે પાંચમા આરાના અંત પર્યત રહેવાનું છે અને એમને સ્થાપેલા સંઘ પણ પાંચમાં આરાને છેડે જોશે. એ સંઘમાં ગમે ત્યારે એકાવનારી પુરૂષો પણ થતા હશે, ગમે ત્યારે અને ગમે તે સમયે, પણ