________________
(૪૨૦) એમનામાં એક સાધુ છે તે બહુ જબરા છે. એ સાધુથી અમે હારી ગયા; નાસી છુટ્યા,” પેલાએ કહ્યું.
અરે મુર્ખાઓ! એક માનવીથી હારી ગયા, અસુર થઈને માનવીથી ડરી ગયા. ત્યાનત છે તમને, ધિક્કાર છે તમને,” અસુરને સ્વામી ગાયે.
પ્રભુ! અમેય પણ બાકી રાખી નથી, અમારી જેટલી શક્તિ હતી એ બધીય શક્તિ અમે તેમની સામે ધરી, પણ એ સાધુ જબરા, એ માનવી આજે માથાને મળ્યો.”
“એ માનવી કયા નામથી ઓળખાય છે તે જાણે છે કે?”
હા ! એ સાધુ તે વાસ્વામી ! વાસ્વામી ખરે વજ સમાન દુર્ભેદ્ય છે, મને લાગે છે કે એ આપણને સ્થાનભ્રષ્ટ કરશે. ”
“ચૂપ ! શયતાન! દુશ્મનનાં મારી આગળ ખ્યાન, મારી શક્તિ આગળ માનવી કોણ? સમસ્ત ભૂમંડળને લવણસમુદ્રમાં ડુબાડી દઉં. આકાશચકને ખેદાન મેદાન કરી દઉં. જલમાં રસ્થલ બનાવું, સ્થલમાં જલ બનાવું એવી મારી અગાધ શક્તિ આગળ માનવીને શું હિસાબ? એક નિમેષમાં બેજાન કરીશ, સંઘ સહિત હું ફના કરીશ,” ગીધ અસુર સરદારના ભિમાનની કાંઈ મર્યાદા ન હતી.