________________
(૪ર૩) સંઘની આકુલ વ્યાકુલ હાલત જોઈ વાસ્વામીએ કપદીને યાદ કર્યો. ન કપદી તરત જ વજીસ્વામીની આગળ પ્રગટ થયે. “હે દેવ! આ રાંકડાઓને તું તારું પરાક્રમ બતાવ? ” .
વાસ્વામીના વચન સાંભળી કપદીએ પોતાના સેવક દેવતાઓને હુકમ કર્યો, “આ રાંકડાઓને નસાડી મુકે.”
કપદી) યક્ષના સેવકે તેમની ઉપર તુટી પડ્યા. જે સ્વરૂપે પેલા રાંકાઓ ઉપદ્રવ કરી રહ્યા હતા તેવાં રૂપ ક્વી એમની સામે ધસ્યા. કુસ્તી થવા લાગી, સિંહની સાથે સિંહ હાથીની સાથે હાથી, દેત્યેની સાથે દૈત્ય, એમ અસુરેનું યુદ્ધ થવા લાગ્યું.
બન્ને પક્ષે એક બીજા ખુબ શક્તિ બતાવી રહ્યા હતા. આ બળવાન કપદ પણ પોતાના સેવકોની શક્તિ જોઈ રહ્યો હતો. એક બીજાને નસાડવાને મથતા અસુરેમાં છેવટે નવા કપદીની જીત થઈ ને પેલા જાલિમ અસુરો ભગ્નાશ થઈ કાગડાની જેમ નાસી ગયા. પોતાના સરદારને શું ન્હો બતાવશું એમ સમજી માર્ગમાં એક સ્થાનકે સ્થિત રહ્યા.
સંઘ ત્યાંથી આગળ વધવા લાગે, સંઘ નજીક આવ્યો તેટલામાં એ અસુરે એ આકાશમાં મેઘ ઉત્પન્ન કર્યો. વિજબીના ચમકારાને ગાજવીજ થવા લાગી. જે મેઘ તુટી પડશે