________________
(૪૧૬) વાસનું, એમની તાંડવલીલાનું, એમની આસુરી માયાનું એક અલ્પ શક્તિ માનવી શું વર્ણન કરી શકે?
નરકમાં જેમ અસુરે(પરમાધામીઓ)નારકીઓ ઉપર અનેક પ્રકારના ત્રાસ જુલ્મ વરસાવી પોતાના દેવભવને સફળ કરી રહ્યા છે તેવી જ રીતે શત્રુંજય ઉપર કપદી અસુરની સરદારી નીચે અનેક અસુરે (દેવે) નું ટોળું એકત્ર મળી તાંડવલીલા આદરી રહ્યું હતું. દેવશક્તિને લીધે સર્વ શક્તિસંપન્ન હોવાથી માનવકમાં એમનું સ્થાન નિર્ભય હતું. અલ્પ શક્તિવાળા માનવીઓની મધ્યમાં જુલમગારેએ શત્રુજય ઉપર પાપલીલા કરવાને અમરપટ્ટો મેળવ્યો હતો. એ પર્વત ઉપર જ પોતાને નિવાસ કાયમને માટે અસુરેએ નિર્ધાર્યો હતે. આવાં વિશાળ જિનભવને અત્યારે તો એમની પાપલીલા માટે જ ઉપયોગમાં લેવાતાં હતાં.
રૂષભદેવની આગળ કપદી પોતાના સાગ્રીત અસુરે સાથે તાંડવલીલા કરી રહ્યો હતો. એ તાંડવલીલામાં અનેક બીભત્સ દેખાવ નજરે પડતા હતા, અનેક બીજા રૂપ વિકુવીને પિતાની શક્તિથી અનેક ચેષ્ટાઓ તેમની પાસે કરાવી રહ્યા હતા. જ્યારે બીજા કેટલાક અસરે બીજા ચઢ્યમાં તાંડવનૃત્ય કરી રહ્યા હતા. કેઈ અસુર પર્વત ઉપર જ્યાં જ્યાં પિતાને ઠીક લાગ્યું ત્યાં