________________
(૪૧૦) સાધુઓ પણ જેવો ઉપદેશ આપે તે જે પિતાનો આચારજ ન રાખે તે સમાજમાં એમને માટે શંકા ઉત્પન્ન થાય જ. | નવ પ્રકારે પાપનાં પચ્ચખાણ કરવા છતાં જે એ અંશ માત્ર પણ દોષનું સેવન કરે તો તે પ્રત્યક્ષ મૃષાવાદી જાણવા, કેમકે જેવું તે બેલે છે તેવું પાળી શક્તા નથી. અંતરંગથી પણ અસત્યવાદી અને બાહ્યથી પણ અસત્યવાદી હોવાથી તે માયાપટી જાણવા. બીજાના ચિત્તને રંજન કરનાર વેષ માત્રથી નથી તો મેક્ષનું કાર્ય સધાતું, નથી તો દુર્ગતિમાં જવાનું બંધ થતું. વળી જેમનું ચારિત્ર નથી એમનાં જ્ઞાન દર્શન પણ નિશ્ચયથી તે નાશ પામી જાય છે. કારણકે ચારિત્ર ભ્રષ્ટ થતાં એમને પણ વિનાશ થાય છે. વ્યવહાર નથી દર્શન જ્ઞાનની ભજના સમજવી. વળી પોતે ચારિત્રમાં શિથિલ છે એમ સમજવા છતાં જે પિતાના સ્વાર્થ માટે બીજાને દીક્ષા આપે છે તે નવા થનારા શિષ્યને અને પિતાના આત્માને હણે છે. શિષ્યને દુર્ગતિમાં નાખવા ઉપરાંત પોતે પણ સંસારમાં અધિસ્તર ડુબે છે. પિતે સાધુને વેષ ધારણ કરવા છતાં તેને તે મિથ્યાત્વીજ કહ્યા છે.
જે ચારિત્ર જગતમાં પૂજનીય છે, ઈંદ્રાદિક પણ જેને નમે છે, એવા ચારિત્રને ધરનારા મુનિઓ ખરે વાંદવા ગ્ય છે. જેઓ ચારિત્રના રસીક અને તપસ્વી છે, જેઓ ગુણવાળા છે, એમને તે જગત નમતું જ આવે છે ને નમશે