________________
(૪૧૨) તે દરમીયાન ચારિત્રનું આરાધન કરનારા હોય છે. માત્ર જ્યાં દુષણ જેવાય છે ત્યાં જ જનતાને વિધ હેાય છે. જ્યાં દંભ છે ત્યાં જ તિરસ્કાર છે. સાધુઓ સંસારીઓને મોક્ષ માટે ઉપદેશ આપે, સાધુપણાનું સ્વરૂપ સમજાવે, એમના હૃદયમાં ધર્મનું સ્થાપન કરે, એમાંથી કોઈ લઘુકમ જીવ નિકળે તે જનતાની સમક્ષ વડીલની સંમત્તિપૂર્વક દીક્ષા આપે, પણ જે દીક્ષા લેવાને સમર્થ ન હોય તેમને માટે શું કાંઈ તરવાને રસ્તે જ નથી ? એમને શ્રાવકના ધર્મમાં જોડે. બાર વ્રતનું સ્વરૂપ સમજાવે, શ્રાવકપણાનું માહાસ્ય સમજાવે, ને યથાશુક્તિ શ્રાવકધર્મમાં સ્થિર કરે. સાધુ જે ઉપકાર કરવામાં જ રસીક હોય તે દીક્ષા નહિ લેનારાઓ તરફ પણ પોતાની શી ફરજ છે તે બજાવે, જેની જેટલી ચગ્યતા હોય તેટલું તે તેમને જરૂર આપે, એકાંત દીક્ષામાં આગ્રહી રહી શ્રાવકધર્મમાં સ્થિર કરવા માટે કાંઈ ન કરવું એ કાંઈ ભગવાનની આણ પાળી કહેવાય નહિ.
દશપૂર્વધર વજીસ્વામીએ અનેક દેશપ્રદેશમાં વિહાર કરી જેન ધર્મને દિવિજય કર્યો. તેઓ અનેક શિષ્યના પરિવારવાળા હતા, વજન નામના શિષ્ય શ્રતના પારંગામી અને મુખ્ય હતા. વિક્રમની બીજી સદી શરૂ થયા પછી એમના સાંભળવામાં આવ્યું કે જાવડશાહ ગીજનીથી આદિનાથની પ્રતિમા લઈ મધુમતી તરફ જાય છે. શત્રુંજયને ઉદ્ધાર કરવાની એની વૃત્તિ છે એમ જણાતાં સમય પણ