________________
(૪૧૩ ) હવે અનુકૂળ આવ્યે જાણી પોતે જાવડશાહ જે ભૂમિ ઉપર, હતા તે તરફ વિહારકમ ફેરવ્યો. માર્ગમાં જાવડશાહ સાથે ભેટ થાય તો ઠીક પણ પિતે ઘણું દૂર હોવાથી જલદી પહોંચી શકાય તેમ નહોતું. છતાંય લકવાયકા અનુસાર વજીસ્વામીએ વિહાર દ્વારા સોરઠની ભૂમિકા તરફ આવવાને નિર્ધાર કર્યો. એવી રીતે જાવડશાહની પાછળ એમણે પણ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો.
જાવડશાહની પાછળ વિહાર કરતા કરતા ગુરૂ પણ ભવ્ય જીને ઉપદેશ દેતા આવી પહોંચ્યા હતા. સંસાર તરવાની ઈચ્છાવાળા અનેક જનને તેમણે સંઘ સમક્ષ દીક્ષા આપી ઉદ્ધાર કર્યો હતો. અનેક શ્રાવકેને ધર્મને બેધ આપીને ધર્મમાં સ્થિર કર્યા હતા. શ્રાવકોને કામને બંધ ન આપે, અર્થ અને કામ શી રીતે મળે તેવું ન બતાવે. સંસારી બાબતે માટે કંઈ પણ વિચાર ન કરે પણ એમને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર કરે, સાધુ થવાની અયોગ્યતાવાળાને શ્રાવકધર્મને મહિમા સમજાવે, સમક્તિનું સ્વરૂપ બતાવે, જેટલું ગ્રહણ કરી શકે તેટલું આપીને ધર્મમાર્ગમાં તે અવશ્ય જોડે પણ દીક્ષાની હીમાયતમાં એ તરફ દુર્લક્ષ્ય તે ન જ કરે. કારણ કે શ્રાવક શ્રાવિકા પણ ધર્મના એક અંગ રૂપ છે, ચતુર્વિધ સંઘમાં એમનું સ્થાન છે. - જાવડશાહે મધુમતીમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. તે જ