________________
(૪૯) દંભ ચાલુ રાખી જેવું બેલે છે, ઉપદેશે છે તેવું વર્તન ન હોય એવા નિર્ભાગી પુરૂષે પંચમહાવ્રત રૂપી કિલ્લે ભેદી નાખવાથી વેષ ધારણ કરવા છતાં પણ એવા સાધુ તે અનંત સંસારી જાણવા. એવા દંભીઓને તે સંસારમાં અનંત જન્મ મરણ કર્યોજ છુટકે. જેઓ સાધુ થઈ જગતને ઠગે છે તેમના પાપનું પ્રાયશ્ચિતજ ન હોય. જગતને તારવાને દાવો કરનારાજ વિકારી વાસનાને વશ થયા હોય, ચારિત્રની એમને લેશ પણ કિંમત ન હોય અને જેમને આ લેકમાં જ સુખ સગવડ જોઈતાં હોય એવા માયાવી સાધુઓ ભક્તો દ્વારા જગતમાં ભલે પૂજા પામે, વંદાવાના પ્રયાસ કરે, એવા સાધુઓ બીજાને દીક્ષા આપીને પણ શું કરે, એમના ચેલાઓ પણ ગુરૂના જેવાજ થવાનાને ? એ તો માસાહસ પક્ષીના જેવી જ સ્થિતિવાળા જાણવા.
માસાહસ પક્ષી વાઘ જ્યારે નિદ્રાવશ થાય છે ત્યારે તેના મુખમાં પેસીને એના દાંતના મૂળમાંથી માંસ કાઢી લાવી વૃક્ષની ડાળ ઉપર બેઠું બેઠું અન્ય પક્ષીઓને બતાવતું બેલે છે કે આવું સાહસ કોઈએ કરવું નહિ. વારંવાર એ ઉપદેશ દેવા છતાં પાછું વાઘના મોંમાંથી એવી રીતે માંસ કાઢી લાવે છે અને પાછું ઉપદેશ કરે કે આ પ્રમાણે કે સાહસ કરશે નહી.” બીજાં પક્ષીઓ એને ઘણું સમજાવે છતાં એ સમજે નહિ ને પાછુ વાઘના મુખમાં પ્રવેશ કરે ને આખરે તે સપડાઈ જતાં વાઘ એને મારી ખાઈ જાય છે.