________________
( ૪૦૭ )
સામાન્ય બાબતેાની પણ તપાસ કયા વગર સાધુએ એકદમ ચારિત્ર આપી દે તે એવા ચારિત્રથી લેનાર કાંતા પાળવાને શક્તિમાન થતા નથી, અથવા તે ગુરૂ-શિષ્ય વચ્ચે કલહ ઉત્પન્ન થાય છે ને દીક્ષા આખરે લેનારને દીક્ષાત્યાગને પ્રસંગ ઉભા થાય છે એવી સ્થિતિમાં લેનાર દેનાર બન્ને એક બીજાના દાષા જગતની સમક્ષ રજુ કરે છે. જગતને લેનાર કે દેનાર તરફ શકની નજરે જોવું પડે છે. લેનાર તે મુખ ને અજ્ઞાની હાય પરંતુ દેનારા તે પરિક્ષા કર્યા વગર ચારિત્ર આપવાથી ઉલટા જગતમાં હાંસીને પાત્ર થાય છે.
ચારિત્ર નાર સાધુમાં પણ સાધુપણું ન હોય તેા એ સાધુપણુ અને પેાતાને પણ દુ:ખદાયી છે. સાધુના વેષ છતાં સાધુના ધર્મ ન હોય, સાધુના ૨૭ ગુણા પૈકી પેાતાનામાં કેટલા છે એના પણ એને ખ્યાલ ન હાય, એણે પાંચ મહાવ્રતમાં પણ દુષણ લગાડ્યાં હેાય એવા આચારભ્રષ્ટ થયા છતાં માત્ર વેષ ધારણ કરવામાં માહ રહે તેા ફળ તા કાંઇ નથી પણ જગતને ઠગવાથી એવા આત્માને નુકશાન તે અવશ્ય છે.
સાવદ્યયેાગનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખ્ખાણુ કરનાર જો એ પ્રત્યાખ્યાનનેા ભગ કરીને પેાતાના અધ્યવસાય મલીન કરે, પેાતાનું સાધુપણુ યથાર્થ નથી એમ જાણવા છતાં હું પાતે સČવિરતિ સાધુ છું એવા પ્રલાપ કરે તેા તે શ્રાવક કરતાં પણ હીન કક્ષાને લાયક કહેવાય છે. તેમજ