________________
(૩૨૯) ણાવીએ, તને એની સાથે રમવાની ખુબ મજા પડશે.” મંત્રીએ વચમાં કહ્યું “તને પરણવું નથી ગમતું ?”
બાલકે ના ના રૂપમાં મસ્તક હલાવ્યું.
વજના જવાબથી રાજા મંત્રી વગેરે બધાને નવાઈ ઉપજી. એ ખોળામાં બેસાડનારા ક્યાંથી જાણે કે આ છેળામાં બેસનારે બાળક ભવિષ્યમાં મહાત્ વાસ્વામી થવાના છે. કુર અને જુલ્મની જડી વરસાવનાર અનેક ભયંકર અસુરો પણ જેમનાથી પરાભવ પામનારા છે. દેવો અને મનુબેના સ્વામીઓ પણ જેમના ચરણમાં નમન કરનારા છે અને શત્રુંજય જેવા મહાન તીર્થનો ઉદ્ધાર કરનારા છે.
વજકુમારને લઈ સાધુઓ સંઘ સાથે ઉપાશ્રયે ગયા. સુનંદા પણ નિરાશ થઈ પિતાના સંબંધીઓ સાથે ઘેર ગઈ. રાજાએ સભા બરખાસ્ત કરી જેથી લેકે પણ પોતપોતાને સ્થાનકે ગયા.
૧ ઉદ્ધાર તો જાવડશાહ કરનારા છે છતાં વાસ્વામીની કીમતી સહાય અને શક્તિથી જ જાવડશાહ ઉદ્ધાર કરી શક્યા હતા તે આગળ વાંચતાં સમજાશે. અસુરોને ત્રાસ વજીરવાણી વગર જાવડશાહથી દૂર થઈ શકે એમ નહતું.