________________
( ૩૮૪) વજ મુનિ પણ ઉપાશ્રયમાં આવી આચાર્યને વંદન કરવા લાગ્યા. તે વદનેત્સુક થયેલા વજને ગુરૂએ એકદમ ઉત્સંગમાં બેસાડી આલિંગન કર્યું કારણકે ઉત્કંઠા જ્યારે અતિ બળવાન હોય છે ત્યારે વિનયની રાહ જોવાતી નથી. જેનામાં ગુણ જોવામાં આવે છે ત્યાં તે મેટા જગતપૂજ્ય પુરૂષ પણ એને માન આપે છે. ગુણને જેનારના મનમાં જ એવી અભૂત લાગણી જ થાય છે. એ બાળ વમુનિના શુદ્ધ ચારિત્રની એના જ્ઞાનગુણની ખ્યાતિ અજબ રીતે પ્રસરેલી, અને એ મહાગુણને લીધે જગતપૂજ્ય મહાન પુરૂષ પણ એની તરફ માનની નજરે નિહાળે, એ વંદનેત્સુક થયેલાને પિતાના ઉલ્લંગમાં બેસાડે એ શું સૂચવે છે ? ભલે બાળસાધુ હોય પણ સાધુ જે ગુણવાન હેય ચારિત્રના યથાર્થ પાળનારા હોય તો શત્રુનાં મસ્તક પણ એમની આગળ નમી પડે છે. ભગવંતે શ્રી મુખે વર્ણવેલું એ ચારિત્ર એવું વિજયવંત છે કે ગમે તેવા પણ તેની આગળ નમી પડે છે. ઈંદ્રાદિકને પણ નમવા ગ્ય ચારિત્રને નમ્યા વગર માનવી તે કયાં સુધી રહેવાનો હતો. - શ્રી મહાવીર ભગવાનનું ચારિત્ર પાલનારા ચારિત્રને નામે દંભ ચલાવતા હોય એવા શિથિલાચારીઓને તે સ્વાભાવિક રીતે લોકમાં વંદાવાની ઈચ્છા થાય છતાં અંધ ભક્તજન સિવાય એમને નમવાનું બીજા કેને મન થાય. જ્યાં ગુણ જોવાય ત્યાંજ વંદન કરાય, વંદન કરનાર જેને વાંદવાનું