________________
(૩૮૭) વજ ત્રાષિ ત્યાં આચાર્ય પાસે રહ્યા ને પૂર્વ અભ્યાસ શરૂ કર્યો. પદાનુસારી લબ્ધિ હોવાથી એમને શીખતાં બહુવાર લાગી નહીં. આચાર્ય જે જે બેલતા, અથવા તે જે જે સમજાવતા તે માત્ર સાંભળવાથી વજી કષિને યાદ રહી ગયું વજમુનિને શીખવતાં સૂરિને મહેનત પડતી નહી. ગમે તેવા કઠીન વિષય પણ સૂરિ બોલતા તે વજને સાંભળવા માત્રથી કંઠસ્થ થઈ જતા હતા. સૂરિ જે જે વસ્તુ, આલાવા વગેરે આપતા તે વસ્તુ એકચિત્તે ધારી લેતા હતા, એવી રીતે શીખતાં વજમુનિ દશ પૂર્વના પારંગામી થયા. અલ્પ સમયમાં દશ પૂર્વ શીખી ગયા. ભદ્રગુપ્ત સૂરિ પાસે જેટલું જ્ઞાન હતું તે સર્વ ગ્રહણ કરી સંપૂર્ણ સુત્ર અર્થ સહિત દશપૂર્વધર કહેવાણું.
જેમની અગાધ બુદ્ધિને પાર પામવાને માનવીની અલ્પ શક્તિ સમર્થ નથી, જેના સર્વોત્કૃષ્ટ ચારિત્રને દેવતાઓ પણ નમે છે, જે સાધુ છતાં ઘણું લબ્ધિ ને શક્તિવાળા છે, તેમજ તેમની પછીના જમાનામાં તેમના જેટલું શ્રુતજ્ઞાન કેઇને થવાનું નથી, એવા જ મુનિ-દશપૂર્વધરે, વિદ્યાગુરૂ ભદ્રગુણાચાર્યની ગુરૂ પાસે જવાને અનુજ્ઞા માગી, “હે ભગવન્! મારો અભ્યાસ જે સંપૂર્ણ થયે હેય તે ગુરૂ પાસે જવાની મને આજ્ઞા આપે.”
તારે અભ્યાસ પૂર્ણ થવાથી હવે તું સુખપૂર્વક જઈ શકે છે. તારે વિહાર કલેશ રહિત થાઓ.”ભદ્રગુપ્તા