________________
( ૩૯૬) ઉદ્ધારમાં કેટલુંક સાવદ્ય કામ એ ગૃહસ્થનું છે. અમે તે માત્ર ઉપદેશ કરી શકીએ, પણ ગૃહસ્થની સાવદ્યકિયા અમારાથી ન બની શકે, અસુરોએ ભગવાન આગળ આશાતનાઓ કરીને તેમજ જ્યાં ત્યાં તાંડવ લીલાઓ કરીને આખુંય તીર્થ અપવિત્ર કરેલું છે. એ તીર્થને પવિત્ર કરવામાં, તેમજ બીજી પ્રતિમા સ્થાપન કરવી વગેરે કેટલીક સાવદ્ય કિયા ગ્રહસ્થ જ કરી શકે તેમ હોવાથી તે કઈ મહાપુરૂષ, મહાસત્વવંત શત્રુજયને ઉદ્ધાર અવશ્ય કરશે. તેવો મહાપુરૂષ મારી નજરે પડશે કે તેને હું અવશ્ય રણું કરીશ. આ તેરમો ઉદ્ધાર જાવડશાહ કરશે. એ મહાસત્વવંત શ્રાવકને હું અવશ્ય પ્રેરણા કરીશ,” વજસ્વામીએ સંઘને દિલાસો દીધો. સંઘ પણ અનુકૂળ સમયની રાહ જોવા લાગે.
દેશદેશ વિહાર કરતા વજુસ્વામી પાટલીપુત્ર નગરે આવી પહોંચ્યા, ત્યાંના રાજાએ ધામધૂમથી સૂરિજીનું સામૈયું કર્યું. ચારિત્ર પાળવામાં સાવધાન વૃત્તિવાળા અનેક મુનિઓ વજસ્વામીની સાથે હતા. તે સૂરિ પોતાના શિષ્ય પરિવાર સહિત પાટલીપુત્રના ઉદ્યાનમાં ઉતર્યા. રાજાએ પણ મુખ્ય આસને બેઠેલા વજસ્વામીને વંદન કરી પોતાની ભક્તિ દર્શાવી. ગુરૂએ મેહરૂપ અંધકારને નાશ કરનારી દેશના આપી. દેશના પૂર્ણ થતાં રાજા ગુરૂમહારાજને વાંદી સ્વસ્થાનકે ગયા, ને બીજાઓ પણ પિતપતાના સ્થાનકે ગયા.