________________
( ૪૦૪), એમને શત્રુજ્ય તીર્થ માટે ઘણી ચિંતા હતી. એ તીર્થોદ્ધારક જાવડશાહને પ્રેરણા કરવા અને પિતાનાથી બની શકતી સહાય આપી તે સંબંધી પ્રવૃત્તિ કરવા વિચાર થતો હતે. એ વિચારને અમલમાં મુકવા માટે જાવડશાહની નગરી મધુમતી તરફ આવવાને પ્રયત્ન કરતા. તે દરમીયાન સંઘનું કાંઈ મહત્વ કામ આવી પડવાથી એ વાત અટકી પડતી. સંઘની વિનંતીથી સંઘને લઈને મહાપુરી તરફ ગમન કરવાનો પ્રસંગ આવ્યું. પાટલીપુત્ર તરફ એને વિહાર થયે. તેમાં વળી આર્ય રક્ષિતને અભ્યાસ કરાવવામાં એમણે પોતાને સમય વ્યતીત કર્યો. વળી વચમાં વાત સાંભળ્યામાં આવી કે શત્રુંજયના ઉદ્ધારક જાવડશાહ વગેરેને, મ્લેચ્છ કે એમને દેશ લુંટી કેદી બનાવીને લઈ ગયા. હવે તે જ્યાં લગી જાવડશાહ પિતાના દેશમાં પાછા ન ફરે ત્યાં લગી કાંઈ બની શકે તેમ નહતું જેથી એ સંબધી પ્રવૃત્તિને માટે અનુકૂળ સમચની રાહ જોવી એ જ ઠીક હોવાથી વાત મુલ્લવી રહી.
વર્ષો ઉપર વર્ષો પાણીના પ્રવાહની માફક વહેવા લાગ્યા ને વિક્રમની પહેલી સદી પણ પૂરી થઈ ગઈ. યુગપ્રધાન અને જૈનશાસનના પ્રભાવક વાસ્વામી જેઓ એકજ અવતાર કરીને મોક્ષે જવાના છે, જે અસાધારણું ચારિત્રના પાળનારા છે તેઓ પણ શ્રાવકની વિનંતિથી સંઘના રક્ષણની ખાતર પિતાની વિદ્યાશક્તિથી એક ગામથી બીજે ગામ લઈ જાય છે. દાખી શ્રાવકો અન્ન વગર તરફડતા મરી જતા હોવાથી એ