________________
(૪૦૦) પંજાની રસાકસીમાં પણ જેને પુષ્પ વગેરે અધિક દ્રવ્ય આપીને લઈ લેતા હોવાથી બુદ્ધભક્તો ખરીદવાને સમર્થ થતા નહતા જેથી બુદ્ધ મંદિરમાં બહુજ સામાન્ય પૂજા થતી હતી. આ કારણે બુદ્ધ ભક્તોએ લજજા પામી રાજાને વિનંતિ કરીને શ્રાવકને પુષ્પાદિક આપવાને અટકાવ કરાવ્યો જેથી બહુ મૂલ્ય આપતાં પણ શ્રાવકોને પુષ્પ મલી શક્તાં નહીં.
- પર્યુષણ પર્વ નજીક આવતાં શ્રાવકે બધા ભેગા થઈને વજીસ્વામી પાસે આવી નમસ્કાર કરી ગ૬ ગ૬ વાણીથી કહેવા લાગ્યા, “જિનચૈત્યમાં પ્રતિદિવસ વિશેષ પ્રકારે થતી પૂજાને જોઈ બૌદ્ધોએ ઈષ્યોથા દુષ્ટ ભૂતની જેમ અમારે પરાભવ કર્યો છે. તેમણે બોદ્ધ રાજાને અરજ કરી અમને પુષ્પ આપતા માળીઓને અટકાવ્યા છે. હે સ્વામી ! અમે કેઈપણ જાતના પુષ્પ મેળવી શકતા નથી. અમે દ્રવ્યવંત છતાં શું કરીએ ! રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અમને પુષ્પ કેણ આપે છે. અત્યારે તે જિનબિંબની તુલસી અને બબરી પથી પૂજા થાય છે. અહે અમારું જીવીત શા કામનું !” ..શ્રાવકની દીનવાણીથી વજી સ્વામીએ તેમને આશ્વાસન આવ્યું, “હે શ્રાવકે! શાંત થાઓ, હું તમને ઉત્તેજન મળે તેમ કરીશ.” આકાશગામીની વિદ્યાથી વજી સ્વામી પછી આકાશ માર્ગે ચાલ્યા !
નિમેશ માત્રમાં માહેશ્વરી નગરીના ઉપવનમાં હુતાશન