________________
( ૩૯૫ )
સઘે પણ એ વાત ઉપાડી લીધી. એ પદના મેટા ઉત્સવ કરવામાં આવ્યા, ગુરૂએ સૂરિમંત્ર આપવા પૂર્વક જે વિધિ કરવી ઘટે તે વિધિ કરીને આચાર્ય પદ ઉપર સ્થાપન કરીને વજ્રમુનિને ગચ્છાધિપતિ તરીકે જાહેર કર્યા. સંવત ૭૮ માં અર્થાત વીરસવત ૫૪૮ માં વાસ્વામી બાવન વર્ષની વયે સૂરિ પદવી પામ્યા. ગુરૂએ ગચ્છના સર્વ ભાર તેમને સોંપી દીધા. પેાતાના અંત સમય નજીક આવેલા હાવાથી સર્વની સાથે ખમતખામણાં કરી અનશન કરી સ્વર્ગે ગયા.
આજ સુધી ગુરૂની નિશ્રામાં રહેનારા વજ્રમુનિ હવે વજ્રસ્વામી જૈન શાસનના નાયક-ગચ્છાધિપતિ થયા, વીરભગવાનની પાટ પર પરાએ વજીસ્વામી ૧૪ મા પટ્ટધર થયા, તે સમયના યુગના નાયક યુગપ્રધાન કહેવાયા.
આ સમયમાં શત્રુંજય તીર્થના ભંગ થયેલા હેાવાથી યાત્રાના માર્ગ ખુદ્દો કરવાને સંઘ તરફથી વજ્રસ્વામીને વિનવવામાં આવતુ હતુ. છતાંય વજ્રસ્વામી જ્ઞાનથી સમય અનુકૂળ નહી જાણી શત્રુંજયના ઉદ્ધાર માટે હજી સબુરી ધરવા શું. “ એ અસુરખળ તેાડવા માટે હજી સમય અનુકૂળ આવ્યા નથી. હવે તે શત્રુજયના તેરમા ઉદ્ધાર થશે ત્યારે યાત્રાના માર્ગ ખુલ્લો થશે. તે પ્રતિમાજી પણ નવીન સ્થાપન થશે તે ઉદ્ધાર ગ્રહસ્થ દ્વારા જ થશે. માટે એ ઉદ્ધાર થાય ત્યાં લગી ધીરજ ધરવી જોઇએ. શત્રુંજયના