________________
(૩૯૭) - વજૂસ્વામીની સાધુતાની, એમની વિદ્વત્તાની, એમના ગુણોની, એમના સૌભાગ્યની, એમના રૂપની લેકમાં વાત થવા લાગી. લેકે અનેક પ્રકારે એમની પ્રશંસા કરવા લાગ્યા. લેકેના મ્હોંએથી અતિશય ભરેલું વર્ણન સાંભળીને એક શ્રીમંત કુમારીકા રૂક્ષ્મણે એમના ઉપર અનુરાગીણું થઈને પિતાને. વજુસ્વામી સાથે પરણાવવા વિનંતિ કરી. - બીજે દિવસે દેશના પછી ધનશ્રેષ્ઠીએ વજુસ્વામીને બે હાથ જોડી વિનંતિ કરી કે, “આપ મારા પર કૃપા કરી મારી પુત્રી કે જે આપને વરવાને આતુર થયેલી છે તેનું પાણીગ્રહણ કરે. આપ મહાપુરૂષ મારી પ્રાર્થનાનો ભંગ કશે નહિ. કેમકે મોટા પુરૂષો કેઈની પ્રાર્થનાને ભંગ, કરતા નથી. હું આપને કરમેચનના સમયે કેટી દ્રવ્ય, આપીશ માટે આપ મને નિરાશ કરશે નહિ.” 1' , છતાંય એ વજુસ્વામી રૂમ જેવી લાવણ્યમય કન્યા, તેમજ દ્રવ્યની કેટીથી નહી લેભાતાં ધર્મદેશના આપી; રમણને વૈરાગ્યથી વાસિત કરી દીધી કે જેથી ગુરૂ ઉપદેશથી, પ્રતિબંધ પામેલી લઘુકમી રૂકમણીએ તરત જ એમની પાસે, દીક્ષા ગ્રહણ કરી લીધી. જે નજીકમાં જ હવે મુક્તિરમણને વૃરવાને આતુર થયેલા છે એવા મહાપુરૂને રસ ધાતુમય, માનવ તનયા ઉપર મેહ ન હોય. દેવબાળાઓ પણ જેમનાં મન ચલાયમાન કરવાને શકિતવાન નથી ત્યાં માનવબાળાનું શું ગજું?