________________
(૩૮૬). ગુણવાળા બાળવા મુનિ પણ તે સમયના જૈન શાસનના શણગાર રૂપ ભદ્રગુપ્ત કે જેમના ચરણમાં અનેક મસ્તકે નમે છે, જે તે સમયના સમસ્ત શ્રુતના જ્ઞાતાપુરૂષ યુગપ્રધાન છે, એવા પુરૂષશ્રેષ્ઠ પણ બાળવા તરફ આટલા બધા સન્માનની નજરે જુએ, એ બાળવા મુનિને ઉત્સગમાં બેસાડી એમના મુખકમલ તરફ પિતાનાં નેત્રે સ્થાપી બેલ્યા, “વત્સ! તારે વિહાર તે સુખપૂર્વક થયોને? તારું શરીર નિરોગી છે? તારું તપ કેવું છે? તારા ગુરૂ કુશળ છે? હે વા! શું કંઈ કાર્ય પ્રસંગે તું અહીં આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક અહીં આગમન થયું છે.” - વમુનિ ભદ્રગુણાચાર્યને વંદન કરી અંજલી જોડી સુખ આગળ મુખવસ્ત્રિકા રાખીને બોલ્યા, “હે ભગવન ! જે જે સુખવિહાર વગેરે આપે પૂછ્યું તે તે દેવગુરૂના પસાયથી બધુ તથા પ્રકારેજ છે, અને હે ભગવન્ ! હું ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વ ભણવા આવ્યો છું માટે વાચનાદાનથી મારા ઉપર કૃપા કરો.”
તે બહુ સારે વિચાર કર્યો. મારા ભાગ્યમેજ હું મારી પાસે આવ્યા છે તે ખુશીથી રહે અને દશપૂર્વને આભ્યાસ કર.”
આપનું વચન હું માથે ચડાવુ છું,” જે આચાર્યનું વચન અંગીકાર કર્યું.