________________
(૩૮૯) વાસનાઓ ઉત્પન્ન કરાવે છે. અનેક ખાનપાન કરવાથી, સ્નિગ્ધ અને સ્વાદવાળી રસવતી આરોગવાથી મનમાં અનેક પ્રકારની વાસનાઓ જાગે છે. એ વાસનાઓ ઉપર કાબુ મેળવ, એને જીતી લેવી એ કાંઈ વાતે કરવાથી કે કહેવાથી બની શકતું નથી. એ વાસનાઓને આધિન બનેલા અનેક મહાપુરૂષો પણ પ્રમાદી બની અધ:પાતને ભેગા થઈ ગયા. એક વેષ તે શું કરી શકે ? એ વાસનાઓને આધિન બની ગયા છતાં ઉપરથી ખોટો ડોળ દેખાડી, દંભ ચલાવી જગતને ઠગવાનો ધંધો ચલાવનારા અને મહાવીરની આજ્ઞાને નહિ પાળનારા એવા જે સાધુ હોય તો એમને વેશ માત્ર શોભા રૂપજ છે. અને શ્રાવક હોય તેય શું. જેઓ પોતાના આત્માને નહી જાણતાં માત્ર જગતને ભેળવવા ખાતર જ પૂજાવા-મનાવા કે દેખાડવા ખાતર જ શ્રી મહાવીર પ્રભુનો વેષ રાખી ભોળાઓને ભરમાવી રહ્યા હોય તો તે જ્ઞાનીની દષ્ટિમાં તે જીવતા મુએલા જ છે. એમની સ્થિતિનું માપ તો જ્ઞાની જ માપી શકે. અ૯પણ માનવી તો માત્ર એટલું જ સમજી શકે કે સાપે છછુંદર ગળ્યા જેવી એમની સ્થિતિ છે. એ લીધેલ વેષ એમનાથી છુટી પણ ન શકે તેમજ જે ચારિત્ર પણ ન પાળી શકાતું હોય ને વાસનાઓને આધિન બની ગમે તે સ્વછંદ સેવા હોય તો એવી સ્થિતિને ત્રિશંકુ કરતાં વધારે સારી ઉપમા શી આપવી જોઈએ ?
એ ચારિત્ર પાળવાને માટે તીર્થકર થનારા પુરૂષો પણ