________________
( ૩૯૦) તપ કરવામાં જ પિતાને સમય પસાર કરે છે. તપ અને ધ્યાન એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં વાસના ન રહેવા પામે. વાસનાઓના નાશ માટે, ઇંદ્રિયેના નિગ્રહ માટે નિરંતર તપને અભ્યાસ કરે અને જગતની ખટપટમાંથી કલુષિત થતા ચિત્તને જ્ઞાન ધ્યાનમાં જોડવું એજ શ્રેષ્ઠ માર્ગ છે. સંસારી ખટપટ કે મારા તારાના ઝઘડામાં પડવાથી ચારિત્ર ત્યાં ન રહે, તમસ્વામી જેવા પણ મન:પર્યવ જ્ઞાની છતાં નિરંતર છઠ્ઠની તપસ્યા કરતા હતા એ બધુય શામાટે ? ચારિત્રના રક્ષણ સારૂં, વાસનાઓ ઉપર કાબુ મેળવવા માટે, તેમજ કર્મને ક્ષય કરવાને માટે જ એ પ્રવૃત્તિ હતી.
એ વનના સહામણા દિવસો એક પછી એક ચાલ્યા જતા હતા છતાંય જેમના મરાયમાં પણ વિકારની છાયા નથીજ એવા વમુનિના દીક્ષા પર્યાયમાં ચાર દાયકા પસાર થઈ ગયા. એ દરમીયાન મહત્ત્વનો બનાવ એ બન્યું કે શત્રુંજય તીર્થને અધિષ્ઠાયક યક્ષ કપદી મિથ્યાત્વી થયેલો હોવાથી તીર્થ ઉપર અનેક તોફાન કરતો તીર્થકરની આશાતના કરવા લાગ્યા. અને શત્રુંજયની યાત્રા કરવા જનાર યાત્રાળુને મારી નાખતા હોવાથી વિ. સંવત પ૫ માં શત્રુંજયને ભંગ થઈ ગયે. એ તીર્થને ભંગ થવાથી આખી દુનિયામાં સર્વત્ર ખળભળાટ થઈ રહ્યો.