________________
(૩૮૨) ભદ્રબાહુસ્વામી બારે અંગના જ્ઞાતા હોવાથી સંઘે તેમને તેડવાને બે સાધુઓ મોકલ્યા, તેઓએ નેપાળમાં જઈ આચા
ને વિનંતિ કરી, પણ તેમણે મહાપ્રાણાયામધ્યાન શરૂ કરેલ હવાથી આવવાની ના પાડી. પાછા ફરીને સંઘે બીજા બે સાધુઓને સમજાવી મેલ્યા. તે સાધુઓ નેપાળ દેશમાં ભદ્રબાહસ્વામી પાસે આવીને હાથ જોડી અરજ કરવા લાગ્યા ૮ ભગવન ! શ્રી સંઘે અમને કહેવરાવ્યું છે કે સંઘની આજ્ઞા ન માને તેને શું શીક્ષા કરવી ? ”
સંઘની આજ્ઞા ન માને તે તેને સંઘ બહાર સક” ગુરૂભદ્રબાહુ સ્વામી બેલ્યા. તેમની વાત સાંભળી બે સાધુઓમાંથી એક સાધુ ધ્રુજતાં બેલ્યા, “ત્યારે આપતે શિક્ષાને પાત્ર છે.” સંઘની આજ્ઞા સાંભળીને એ મૃતધર ધ્રુજી ઉડ્યા.” શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા ઉપરકૃપા કરવી ને બુદ્ધિમંત શિષ્યને અહીં મેકલવા. હું એમને સાત વાચના પ્રતિદિવસ આપીશ. એમ કરવાથી મારા કામને પણ બાધ નહી આવે ને શ્રી સંઘનું પણ કાર્ય થશે.” ભદ્રબાહુ જેવા કૃતધને પણ એક કરતાં વધારે વખત સંઘની આજ્ઞાને માનવી પડી છે. આપણે જરા વિષયાંતર થઈ ગયા. મારા સ્વપ્નની વાતથી આપણે કયાં આગળ ચાલ્યા ગયા. મારા હાથમાંથી ક્ષીર ભરેલું પાત્ર કઈ અતિથિ પી ગયે હોવાથી મારી પછી પણ કઈ દશપૂર્વધર અવશ્ય થશેજ.