________________
( ૩૮૧)
સ્થલિભદ્ર દશ પૂર્વ અર્થ સહિત અને ચાર પૂર્વ મૂળ ભણ્યા. જ્ઞાનને ગર્વ કરવાથી એ દશ પૂર્વથી આગળ વધી શક્યા નહી. ગુરૂએ દશ પૂર્વથી આગળ શીખવવા નાજ સંભળાવી દીધી, છતાં સંઘને અતિ આગ્રહ થયે ત્યારે ચાર પૂર્વ મૂળપાઠ શીખવ્યા, પણ અર્થ શિખ નહી. એવી રીતે મહામુનિ સ્યુલિભદ્ર છેલ્લા ચાદપૂવ થયા, પણ એમની પછી દશ પૂર્વ રહી ગયાં ને છેલ્લાં ચાર પૂર્વ એમની પાસે જ રહી ગયાં, એમના શિષ્ય દશ પૂર્વ સુધી ભણ્યા, છતાંય હજારે સાધુઓમાં થોડાજ દશ પૂર્વ ભણનારા હોઈ શકે છે. કારણકે જે જમાનામાં જેટલું શ્રુત હોય તે સંપૂર્ણ શ્રતને રંગામી કેઈ ભાગ્યવંત જ હોઈ શકે, ”
ભદ્રબાહુ સંપૂર્ણ શ્રુતજ્ઞાની ને સમર્થ હોવા છતાં અને છેલ્લાં ચાર પૂર્વ પિતાની મરજી નહી છતાં સંઘની આજ્ઞાથી સ્થૂલિભદ્રજીને શીખવવાં પડ્યાં ખરાં !” એક શિવે કહ્યું.
જરૂર. ભદ્રબાહસ્વામી શાસનનાયક અને વીર ભગવાનના સાતમા પટ્ટધર હોવા છતાં પણ સંઘથી કાંઈ મોટા નથી. વળી મહાપુરૂષ જ્યારે કેપવાળા થાય છે ત્યારે મહાજ જ એમને પ્રસન્ન કરી શકે છે. સંઘની આજ્ઞા કોઈપણ ઉલ્લંઘી શકે નહિ. પહેલાં જ્યારે બારવષય દુષ્કાળ પડડ્યો, એ દુષ્કાળને અંતે પાટલીપુત્રમાં ચતુર્વિધ સંઘે એકત્ર મળી જેટલું શ્રત અવશેષ રહ્યું હતું તે એકત્ર કર્યું તે એકંદરે અગીયાર અંગ ભેગાં થયાં. પણ બારમાં અંગ માટે શું કરવું.