________________
(૩૮૦) પાળનારા એ આચાર્ય પ્રાતઃકાલે પ્રાત:ક્રિયાથી પરવારી શિષ્યોને એક નવીન વાર્તા કહી રહ્યા હતા. તેજ રાતના પાછલી રાત્રીએ એમણે એક અનુપમ સ્વમ જોયેલું કે, “કોઈ અતિથિ પિતાના હાથમાં રહેલું ક્ષીરથી ભરેલું પાત્ર લઈને પી ગયે અને પરમ તૃપ્તિને પાપે.” એ સ્વમ આચાર્ય શિષ્ય આગળ કહી રહ્યા હતા. શિષ્ય પોતપોતાની બુદ્ધિ અનુસાર એને અર્થ કરતા હતા. શિષ્યોને જુદે જુદે અને વિચિત્ર અર્થ જોઈ-સાંભળી આચાર્ય બોલ્યા, “અરે શિષ્યો ! તમે એને સત્ય પરમાર્થ સમજતા નથી. એ સ્વમ એમ સૂચવે છે કે કેઈક અતિથિ મુનિ અહીં આવશે અને તે સુબુદ્વિવાન અમારી પાસેથી સર્વ સૂત્ર અર્થ સહિત ગ્રહણ કરશે.”
ગુરૂની વાણી સાંભળી શિષ્યો વિચારમાં પડ્યા. “આપની પાસેથી સંપૂર્ણ અર્થ સહિત સૂત્ર ભણનાર કોણ ભાગ્યશાળી હશે. આપ દશે પૂર્વના જ્ઞાતા છે. આટલી બધી મહેનત કરતાં છતાં દશ પૂર્વ મેળવવા અમેય ભાગ્યશાળી થતા નથી. કાંઈક આગળ વધીએ છીએ તે પાછળનું વિસ્મૃત થાય છે. પડતા કાળે કરીને મનુષ્યની બુદ્ધિ, આયુષ્ય દિવસે દિવસે ઓછાં થતાં હોવાથી હવે દશ પૂર્વનું જ્ઞાન પણ નહિ રહેવાનું.”
વાત તે ઠીક છે. પડતા કાળના પ્રભાવે જ્ઞાન પણ ઘટતું જ જવાનું. ચૌદ પૂર્વધારી ભદ્રબાહુસ્વામી થયા એ છેલ્લા શ્રુતકેવળી થયા, તેમના શિષ્ય મહાબુદ્ધિનિધાન