________________
( ૩૭૮) વિચાર એમણે ફેરવ્યું. એ ઉદાર બુદ્ધિવાળા આચાર્ય મહારાજે જે જે અપઠિત શ્રત હતું તે વજમુનિને અર્થ સહિત શીખવ્યું. વાષિ પણ ગુરૂને સાક્ષીભૂત રાખીને આદર્શ જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે તેમ ગુરૂએ આપેલ સર્વ શ્રુત ગ્રહણ કરી લીધું. ગુરૂ પાસે જેટલું શ્રુતજ્ઞાન હતું તે સર્વ વજમુનિ શીખી ગયા. વાષિનું જ્ઞાન એવું તે સ્વચ્છ અને નિર્મળ થયું કે ગુરૂના પણ ચિરકાળના દુર્ભેદ સંદેહ રૂપ લઇ ને તે મુગરની જેમ ભેદી નાખવા લાગ્યા. તેમજ દૃષ્ટિવાદ પણ જેટલે ગુરૂના હૃદયમાં હતા તે બધે ચુલુલીલાથી પાણીની જેમ ગ્રહણ કરી લીધો.
તે દરમીયાન કેટલોક સમય પસાર થઈ ગયા પછી આચાર્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા દશપુર નગરે પધાર્યા. આચાર્ય મહારાજે અહીંયાં સંઘના આગ્રહથી સ્થિરતા કરી. અહીંયાં એમના સાંભળવામાં આવ્યું કેભદ્રગુસઆચાર્ય સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાતા ઉજયિની નગરીમાં પધાર્યા છે. એમની પાસેથી દશપૂર્વ ગ્રહણ કરવા
ગ્ય છે. પણ અગીયાર અંગને પાઠ પણ જ્યાં સાધુઓને દુષ્કર થઈ પડે છે એવા સાધુઓ દશપૂર્વ શી રીતે ગ્રહણ કરી શકશે, છતાંય જે વજમુનિને ત્યાં મેકલવામાં આવે તો પદાનુસારી લબ્ધિના ચેગે જેવા કે સાંભળવા માત્રથી તેજ માત્ર ગ્રહણ કરી શકે તેમ છે, માટે વાર્ષિને મોકલવાજ ઠીક છે.”