________________
(૩૭૭). “શી વિનંતિ ?”
“આપની આજ્ઞાથી અમારા વાચનાચાર્ય વાત્રષિ થાય એમ અમે ઈચ્છીએ છીએ. અમે એમના ગુણોથી અજ્ઞાત રહીને ચિરકાળ તેમની અવજ્ઞા કરી છે, પણ હવે એ બાળક છતાં આપના ચરણની જેમ અમને પૂજ્ય છે. બાળક છતાં મેટા ગુણેએ કરી અલંકૃત હોવાથી એ ગચ્છના ગુરૂ થવાને યોગ્ય છે. કારણ કે દીપક કંદપુષ્પની કળી જેટલો છતાં આખા ઘરને પ્રકાશીત કરે છે.”
વમુનિ માટે સાધુઓની આવી પૂજ્યવૃત્તિ જોઈ આચાર્ય ખુશી થયા છતા બોલ્યા, “હે તપસ્વીઓ! ( સાધુઓ) એમજ થાઓ. આ બાળ છતાં વિદ્યાએ કરી વૃદ્ધ છે, માટે એની તમારે અવજ્ઞા ન કરવી. અમે હવે બીજે ગામ વિહાર કરશું ને આ વજમુનિને વાચનાચાર્ય તરીકે તમને સેપ્યા છે કે જેથી તમે એના બધા ગુણો યથાર્થ રીતે જાણું શકે. જો કે હમણાં એ વાચનાચાર્યની પદવીને એગ્ય નથી થયા કારણકે ગુરૂએ આપ્યા વગર એ માત્ર સાંભળવાથી જ શ્રુત ભણ્યા છે માટે સંક્ષેપ અનુષ્ઠાનરૂપ ઉત્સાર ક૫ એને કરાવવું પડશે તે પછી વા આચાર્ય– પદવીને ચગ્ય થશે.”
ત્યારથી નિરંતર સર્વે સાધુઓના વાચનાચાર્ય વજાઋષિ થયા. આચાર્ય પણ વિહાર કરવાના હતા પરંતુ એ