________________
( ૩૭૫ )
લેપ સમાન એવા આલાવા અનુક્રમે વજ્રમુનિ આપવા લાગ્યા. સમજી શકાય અને સહેલાઇથી શીખી શકાય એવી વજાસ્વામીની શૈલી સાંભળીને અલ્પબુદ્ધિવાળા સાધુએ પણ એમની પાસે અભ્યાસ કરવાને આવ્યા. એ અલ્પજ્ઞ મુનિએ વજ્રસ્વામી પાસેથી વારંવાર વાચના લઇને ભણવાના પ્રયત્ન કરવા લાગ્યા. વાસ્વામીની અભ્યાસ કરાવવાની સરળ પદ્ધતિથી અતિ જડ જેવા સાધુઓમાં પણ વજામુનિની વાચના સફળ થવા લાગી. આવું અતિ અદ્ભૂત આશ્ચય જોઇ સર્વ સાધુએ અતિ વિસ્મય પામ્યા. સારી રીતે ઉપસ્થિત છતાં તે ખરાખર છે કે કેમ તેના નિર્ણય કરવાને માટે સાધુએ પૂર્વે શીખેલા આલાવા પણ વઋષિને પૂછવા લાગ્યા. વજ્રમુનિએ પણ તે આલાવાની તેવા જ પ્રકારની યથાર્થ વ્યાખ્યા કરી બતાવી. ગુરૂની પાસે અનેક વાચનાથી પણ જે જે મહિર્ષ જેટલું શીખી શકયા નહેાતા તેટલું વજઋષિ પાસે માત્ર એકજ વાચનાથી શીખી શક્યા હતા. જેથી સાધુએ પણ પરસ્પર કહેવા લાગ્યા કે “ આપણા વાચનાચાર્ય વજરૂરૂષ જ રહે ને ગુરૂને આવતાં વિલંબ થાય તા અમુક શ્રુતસ્કંધ વજ્રમુનિ પાસે સંપૂર્ણ શીઘ્રતાએ ધારી લઇએ. ”
ખાળ એવા વજામુનિ આજ સુધી અપરિચિત હતા; એને ભણવાનુ` હેનારા સ્થવિરેશ એનુ શ્રુતજ્ઞાન જોઈ તાજીમ થયા. એમને અધ્યયન કરવાનું કહેનારાઓને ગુરૂ કરતાં