________________
(૩૭૬ ) પણ અધિક રીતે વજરૂષિ પાઠ આપવા લાગ્યા. વમુનિની આવી અદ્ભુત શક્તિથી મુનિએ ગુરૂ કરતાં પણ એમને અધિક રીતે માનવા લાગ્યા કારણ કે એક ગુરૂના શિષ્ય હેવા છતાં ગુણવાન તરફ ગ૭ પ્રસન્ન રહે છે. આખુંય જગત ગુણવાન તરફ અમીભરેલી નજરે જ નીહાળે છે. પૂજ્યબુદ્ધિ બતાવે છે.
ત્રણચાર દિવસ પસાર થયા ને આચાર્ય વિચારવા લાગ્યા, કે “વા આટલા થડા દિવસમાં પણ અમારા પરિવારમાં પરિચિત થઈ ગયે હશે. એના ગુણે સાધુઓ જાણે ગયા હશે. માટે હવે ત્યાં જઈને જે કૃત એ ભણ્યો નથી તે ભણાવીએ, કારણ કે શિષ્ય પોતાના નિર્મળ ગુણે વડે જ પડ્યતાને પામે છે” આ પ્રમાણે ચિંતવી ગુરૂ કહેલે દિવસે પાછા આવ્યા. - આચાર્યના ચરણમાં વજી સહિત સર્વ મુનિઓએ વંદન કર્યું. ગુરૂએ વંદન કરતા સાધુઓને પૂછયું, “કેમ તમારે અભ્યાસનિર્વાહ બરાબર થાય છે કે નહિ ?” “દેવગુરૂના પસાયથી સારી રીતે થયો છે,” મુનિઓએ કહ્યું.
બહુ સારૂ.”
“છતાં અમારી એક વિનંતિ છે, ભગવન્!” સાધુએાએ વિનંતિ કરી.